Netflixની નવી વેબ સિરીઝ IC 814: The Kandahar Hijack છેલ્લા અઠવાડિયાથી ચર્ચામાં છે. અભિનેતા હૅરી પરમાર અને રાજીવ ઠાકુર, જેમણે અનુક્રમે ચીફ અને ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી, તેઓ ડિસેમ્બર 1999ની દુ:ખદ ઘટનાઓને સિરીઝમાં બતાવવાના તેમના અનુભવ બાબતે જણાવ્યું હતું. જ્યારે ઇન્ડિયન એરલાઇન્સના વિમાન અને તેના મુસાફરોને સાત દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યા હતા આ અંગે રાજીવ ઠાકુરે કહ્યું કે જ્યારે વાસ્તવિક હાઇજેકર્સ ફ્લાઇટને અમૃતસર લઇ ગયા હતા ત્યારે તે કૉલેજમાં હતો અને IC 814 હાઇજેકનો સાક્ષી બન્યો હતો. દરમિયાન, હૅરી પરમારે સિરીઝમાં થપ્પડના સીનને અંગે વાત કરતાં કહ્યું કે પત્રલેખાએ તેને થપ્પડ મારી ત્યારે તે માનસિક રીતે તૈયાર નહોતી. અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ આ સિરીઝના શૂટિંગ દરમિયાન શું થયું તેની અંદરની વિગતો જાણવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ.