એક્શન બ્લોકબસ્ટર `બડે મિયાં છોટે મિયાં` ઈદના શુભ અવસર પર રિલીઝ થઈ છે. જે લોકોએ પ્રથમ દિવસે અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ફિલ્મ જોઈ હતી, તેઓએ જોયા પછી તેમનો રિવ્યુ આપ્યો છે. જાહેર રજા હોવાને કારણે વહેલી સવારે થિયેટરોમાં ચાહકોની ભીડ ઉમટી હતી, કેટલાકે ખુશી વ્યક્ત કરી હતી જ્યારે અન્ય લોકોએ સ્ક્રિપ્ટ અને અભિનય જેવા પાયાના તત્વો ખૂટતાં હોવાથી ફિલ્મની ટીકા કરી હતી.
આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા એફ મુખ્ય ભૂમિકામાં છે.