`સિટ વિથ હિટ્લિસ્ટ` સિરીઝ માટે મિડ-ડે સાથેની અગાઉની વાતચીતમાં, અભય દેઓલે તેમની ફિલ્મો, વિવિધ દિગ્દર્શકો સાથે કામ કરવા, `દેવ ડી`ના દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથેના વર્તન અને વધુ બાબતે વાત કરી હતી. અભિનેતાએ જણાવ્યું હતું કે કશ્યપે તેમના પર ઘણા ખોટા આક્ષેપો કર્યા હતા અને દેઓલને લાગે છે કે અનુરાગ જૂઠ્ઠો છે.