વિજય દેવરાકોન્ડા અને તેની મમ્મી માધવી દેવરાકોન્ડાએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.

વિજય દેવરકોન્ડા
વિજય દેવરાકોન્ડા અને તેની મમ્મી માધવી દેવરાકોન્ડાએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. તેમના આ નિર્ણયની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. દેવરાકોન્ડાએ એક ઇવેન્ટમાં ભાગ લઈને લોકોને ઑર્ગન ડોનેશન માટે અપીલ કરી હતી. અંગદાન વિશે વિજય દેવરાકોન્ડાએ કહ્યું કે ‘ડૉક્ટર્સે મને જણાવ્યું કે અંગદાનને કારણે ઘણીબધી સર્જરીઝ થાય છે. એ ખરેખર સારી વાત કહેવાય કે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે લોકો આગળ આવે છે. સાથે જ ડૉક્ટર્સે જણાવ્યું કે સાઉથ એશિયન દેશોમાં ખૂબ ઓછા લોકો અંગદાન કરે છે. મને વિચાર આવ્યો કે મારે ઑર્ગન્સ ડોનેટ કરવાં જોઈએ. મારી લાઇફ બાદ કોઈને જીવનમાં હું ઉપયોગી થાઉં તો એ મારા માટે સારી વાત કહેવાય. મારા અવયવો વ્યર્થ જાય એનો કોઈ અર્થ નથી. હું ફિટ રહું છું અને મારી જાતને સ્વસ્થ રાખું છું. મારી મમ્મી અને મેં અંગદાન માટે રજિસ્ટર કરાવ્યું છે. આ એક સારી બાબત કહેવાય કે તમારી ઉદારતાને કારણે તમારા ગયા પછી પણ તમે કોઈના જીવનમાં જીવંત રહો છો. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ અંગદાન માટે આગળ આવે.’

