સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ ફુટબૉલ આઇકન ડેવિડ બેકહૅમ માટે તેના મુંબઈના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ ફુટબૉલ આઇકન ડેવિડ બેકહૅમ માટે તેના મુંબઈના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. એ પાર્ટીમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી અને સૌએ ડેવિડ સાથે મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ પાર્ટીમાં અનિલ કપૂર, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, કરિશ્મા કપૂર, શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર પહોંચ્યાં હતાં. એ પાર્ટીના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી, ‘એક યાદગાર સાંજ. એક એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ જેની તમે અનેક વર્ષોથી પ્રશંસા કરતા આવ્યા છો અને તેની સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરવાની તક મળે છે. ડિનર ટેબલ પર માત્ર પંદર મિનિટમાં તેની સાથે મેં ભારતમાં તેનો પ્રવાસ, તેનાં બાળકો, તેની સમાજસેવા અને એવી તો ઘણીબધી ચર્ચા કરી હતી. ડેવિડ બેકહૅમ સાથે મુલાકાત કરવા મળી એ માટે આભારી છું. અમારી સાથે તેણે સમય પસાર કર્યો એ તેની ઉદારતા વખાણવા લાયક છે. એ વખતે રૂમમાં હાજર દરેકની સાથે તેણે ફોટો ક્લિક કર્યો અને સમય પસાર કર્યો. સોનમ કપૂર આહુજા અને આનંદ એસ. આહુજા, આ આયોજન કરીને તમે મારા બાળપણના સપનાને પૂરું કર્યું છે.’