સોશ્યલ મીડિયામાં આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી વિરુદ્ધની પોસ્ટ મૂક્યા પછી ડિલીટ પણ કરી નાખી સોમી અલીએ
સોમી અલી અને તેણે મૂકેલી પોસ્ટ
સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ સોમી અલીએ રવિવારે સોશ્યલ મીડિયા પર આદિત્ય પંચોલી અને તેના પુત્ર સૂરજ પંચોલી વિરુદ્ધ ગંભીર આરોપો મૂકતું એક નિવેદન શૅર કર્યું હતું. તેણે સોશ્યલ મીડિયા એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે આદિત્ય પંચોલીને વાહિયાત માણસ ગણાવીને તેના પર મહિલાઓ સાથે દગો કરવાનો અને તેમને માર મારવાનો આરોપ લગાવ્યો. તેણે એમ પણ જણાવ્યું હતું કે આદિત્યનો પુત્ર સૂરજ પંચોલી ઍક્ટ્રેસ જિયા ખાનના મૃત્યુ માટે જવાબદાર છે. જોકે પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘આદિત્ય પંચોલી, તું મહિલાઓ સાથે દગો કરે છે, તેમને મારે છે અને તારો દીકરો જિયા ખાનના મૃત્યુ માટે જવાબદાર છે. તું ગાર્બેજ છે, તારી જાતને કઈ રીતે સહન કરે છે? સૂરજને પણ તેં એ જ જૂની ટ્રિક્સ શીખવી છે? તું વાહિયાત માણસ છે.’


