સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ‘મિશન મજનૂ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૮ જાન્યુઆરીએ રિલીઝ થવાની હોય એવી શક્યતા છે.

મિશન મજનૂ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ‘મિશન મજનૂ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૮ જાન્યુઆરીએ રિલીઝ થવાની હોય એવી શક્યતા છે.
આ ફિલ્મમાં પાકિસ્તાનમાં ચાલતા ભારતના રૉના ઑપરેશન પર પ્રકાશ પાડવામાં આવશે. શાંતનુ બાગચીએ એને ડિરેક્ટ કરી છે. ટૂંક સમયમાં ફિલ્મની રિલીઝ વિશે મેકર્સ અને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ દ્વારા જાહેરાત કરવામાં આવશે. જો આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે તો સિદ્ધાર્થની આ બીજી ફિલ્મ હશે જે ઑનલાઇન રિલીઝ થશે. આ અગાઉ તેની ‘શેરશાહ’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ હતી.