મિસ્ટ્રી ગર્લની સાથે ડાન્સ દેખાયો શાહરૂખ ખાનનો દીકરો આર્યન
આર્યન ખાન મિસ્ટ્રી ગર્લ સાથે
છેલ્લા કેટલાક સમયથી આર્યન ખાન સતત સમાચારોમાં છવાયેલા છે. પહેલું કારણ છે હૉલીવુડની ફિલ્મ ધ લાયન કિંગના હિન્દી વર્ઝનમાં તેમનો અવાજ. આ ફિલ્મમાં આર્યન અને શાહરૂખ બંનેએ પોતાનો અવાજ આપ્યો છે.
બીજું કારણ છે, આર્યનનું દક્ષિણ ભારતમાં બનનારી ફિલ્મ હિરણ્યકશિપૂની સાથે એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ. અહેવાલોનું માનીએ તો આર્યન ખાન જલ્દી જ દક્ષિણ ભારતની ફિલ્મ અભિનેતા તરીકે કરિઅર શરૂ કરનાર છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા, દગ્ગુબાતી, તમન્ના અને અનુષ્કા શેટ્ટી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ત્રીજું કારણ થએ, લંડનની બ્લૉગરને તેઓ ડેટ કરી રહ્યો હોવાની ખબરો. થોડા દિવસો પહેલા એવી ખબરો સામે આવી હતી કે આર્યન લંડનની કોઈ બ્લૉગરને ડેટ કરી રહી છે. અને તેને માતા ગૌરી સાથે પણ મળાવી ચુક્યા છે. આ સૌની વચ્ચે આર્યનના કેટલાક ફોટોસ સામે આવ્યા છે જેમાં એક છોકરી સાથે તેઓ ઘણા ક્લોઝ નજીક આવી રહ્યા છે. જો કે તે છોકરી કોણ છે, તે માટેની કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ એ જ બ્લૉગર છે જેને આર્યન ડેટ કરી રહ્યો છે.
આ પણ જુઓઃ આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ
વાયરલ ફોટોસમાં આર્યન પોતાની મિત્રને ગળે લગાવતા નજરે પડે છે. આર્યને બ્લેક કલરની જેકેટ અને ટીશર્ટ પહેર્યું છે અને મિસ્ટ્રી ગર્લે રેડ કલરનું ટૉપ પહેર્યું છે. તસવીરથી એક વાત તો સાફ સમજમાં આવી રહી છે કે આર્યન અને તેની મિત્ર એકબીજા સાથે કમ્ફર્ટેબલ છે.