‘બૅટલ ઑફ ગલવાન’ ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત છે
સલમાન ખાન, ગોવિંદા
સલમાન ખાન હાલમાં તેની વૉર-મૂવી ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં ગોવિંદાને એક ખાસ રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. ગોવિંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને ચર્ચા છે કે તે ‘બૅટલ ઑફ ગલવાન’થી ધમાકેદાર કમબૅક કરવા તૈયાર છે. સલમાન અને ગોવિંદાએ અત્યાર સુધી એક જ ફિલ્મ ‘પાર્ટનર’માં કામ કર્યું છે જે ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. સલમાન અને ગોવિંદાની એ ફિલ્મને સારીએવી સફળતા મળી હતી.
‘બૅટલ ઑફ ગલવાન’ ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત છે એવા રિપોર્ટ છે અને એમાં લીડ ઍક્ટ્રેસ તરીકે ચિત્રાંગદા સિંહને સાઇન કરવામાં આવી છે.


