દિવાળી નિમિત્તે દિલીપ કુમારને યાદ કરીને સાયરા બાનુ ઇમોશનલ થઈ ગયાં હતાં.
દિવાળી નિમિત્તે સાયરા બાનુને યાદ આવ્યા દિલીપ કુમાર
દિવાળી નિમિત્તે દિલીપ કુમારને યાદ કરીને સાયરા બાનુ ઇમોશનલ થઈ ગયાં હતાં. બે વર્ષ અગાઉ દિલીપ કુમારનું નિધન થયું હતું એથી સાયરા બાનુ ખાસ્સાં દુખી હતાં. તેમના જીવનનો ઉદ્દેશ પૂરો થઈ ગયો હોવાનું તેઓ માનતાં હતાં. તેઓ સતત તેમના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. સાયરા બાનુએ તેમની સાથેનો જૂનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં બન્ને સોફા પર બેઠાં છે અને ટેબલ પર કૅન્ડલ ઝળહળી રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાયરા બાનુએ કૅપ્શન આપી હતી, ‘દીપોત્સવથી ઝળહળી ઊઠી દિવાળી, પ્રકાશ અને દીવા જ આપણા દેશનું મહત્ત્વનું પ્રતીક છે.’