તેમણે ત્રણ વર્ષે એકમેકને ડેટ કર્યા બાદ ૨૦૦૩માં લગ્ન કર્યાં હતાં. તેમની ૨૦મી વેડિંગ ઍનિવર્સરી હોવાથી તેઓ ગોવામાં હૉલિડે મનાવી રહ્યાં હતાં.
રૉનિત રોય તેની પત્ની નીલમ બોઝ રૉય સાથે ૨૦મી વેડિંગ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરતાં
રૉનિત રોયે તેની પત્ની નીલમ બોઝ રૉય સાથે ૨૦મી વેડિંગ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરતાં ફરી લગ્ન કર્યાં છે. તેમણે ત્રણ વર્ષે એકમેકને ડેટ કર્યા બાદ ૨૦૦૩માં લગ્ન કર્યાં હતાં. તેમની ૨૦મી વેડિંગ ઍનિવર્સરી હોવાથી તેઓ ગોવામાં હૉલિડે મનાવી રહ્યાં હતાં. આ હૉલિડે દરમ્યાન તેમણે ગોવામાં ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે મંદિરમાં રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં અને અગ્નિના ફેરા પણ ફર્યાં હતાં. આ લગ્નનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોનિત રૉયે કૅપ્શન આપી હતી, ‘દૂસરી બાર તો ક્યા, હઝારોં બાર બ્યાહ તુઝી સે કરુંગા. ૨૦મી ઍનિવર્સરીની શુભેચ્છા.’

