રણવીર સિંહ મેકઅપ આર્ટિસ્ટને ભાભી કહે છે
રણવીર સિંહ અને તેમની મેકઅપ આર્ટિસ્ટ ગુનીત વિરડી
રણવીર સિંહે મેકઅપ આર્ટિસ્ટ ગુનીત વિરડીને ભાભી કહીને બોલાવતા તેના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. રણવીર હાલમાં દિલ્હીમાં એક લગ્નમાં હાજર રહ્યો હતો. આ લગ્નમાં તે તેના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે સૌથી ઇન્ટરેસ્ટિંગ પૉપ્યુલર મેકઅપ આર્ટિસ્ટ ગુનીતનો વિડિયો છે. ગુનીતે એક વિડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં રણવીર તેને ભાભી કહીને બોલાવી રહ્યો છે. તો ગુનીત તેને કહી રહી છે કે ભાભી મત બોલો પ્લીઝ. આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગુનીતે કૅપ્શન આપી હતી કે રણવીર સિંહ જ્યારે તમને ભાભી કહીને બોલાવે તો એ ક્ષણે એવુ લાગે છે કે દિલ કે અરમાન આંસુઓ મેં બહે ગયે.