રણબીર કપૂર અને અર્જુન કપૂર હાલમાં ફિલ્મ સાથે જોઈ રહ્યા હતા
રણબીર કપૂર અને અર્જુન કપૂર
રણબીર કપૂર અને અર્જુન કપૂર હાલમાં ફિલ્મ સાથે જોઈ રહ્યા હતા. તેઓ ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહેમર’ જોવા ગયા હતા. તેઓ બન્ને ડિનર પર મળ્યા અને ત્યાર બાદ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ગયા હતા. તેમનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ બન્ને જોવા મળી રહ્યા છે. રણબીર મીડિયા સાથે વાત કરતો અને હાથ મિલાવતો પણ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ઐશ્વર્યાનો ઍરપોર્ટ-લુક લોકોને નથી ગમ્યો?
ઐશ્વર્યા રાય બચ્ચનનો ઍરપોર્ટ લુક ફૅન્સને પસંદ ન પડતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તે દીકરી આરાધ્યા અને અભિષેક બચ્ચન સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. તેઓ વેકેશન પરથી ગઈ કાલે વહેલી સવારે પાછાં ફર્યાં હતાં. તેમણે કૅમેરા માટે સ્માઇલ પણ આપી હતી. તેણે બ્લૅક આઉટફિટ અને રેડ વૉચ પહેર્યાં હતાં. જોકે આ ફોટો જેવા ઑનલાઇન વાઇરલ થયા એટલે લોકોએ ઐશ્વર્યાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની ફૅશન-સેન્સને લઈને સવાલ ઉઠાવાઈ રહ્યા હતા. કેટલાકનું કહેવું હતું કે લગ્ન બાદ તેની ફૅશન બગડી ગઈ છે, તો કેટલાકનું કહેવું હતું કે સમયની સાથે તેની ફૅશન-ટેસ્ટમાં ગરબડ થઈ રહી છે. કેટલાક યુઝર્સે આરાધ્યાને પણ ટ્રોલ કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી હતી કે ૧૧ વર્ષ થઈ ગયાં અને આજ સુધી આરાધ્યાનું કપાળ જોવા નથી મળ્યું.