હવે પ્રિયંકાની જીત પર એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને તેનું કારણ છે પૂર્વ મિસ બારબાડોસ, લીલાની મૈકકૉર્ન(Leilani McConny)નો આક્ષેપ. પ્રિયંકાની સાથે જ મિસ વર્લ્ડ 2000ની રેસમાં રહી ચુકેલા લીલાન હવે એખ યૂટ્યબુર છે.
પ્રિયંકા ચોપરા અને લીલાની
પ્રિયંકા ચોપરા( Priyanka Chopra)આજે એક બૉલિવૂડ અભિનેત્રી જ નહીં પણ ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. ઈન્ડિયાથી લઈ ઈન્ટરનેશનલ સિનેમા સુધી પોતાની ઓળખ ઉભી કરનાર પ્રિયંકાને પહેલી વાર સમગ્ર દુનિયાએ ત્યારે જોઈ, જ્યારે તેણીએ મિસ વર્લ્ડ 2000 પેજેંટ જીત્યો હતો. દુનિયાનો સૌથી જુનો બ્યુટી પેજેંટ જીતીને પ્રિયંકાએ લોકપ્રિયતા મેળવી હતી અને અહીંથી જ તેના માટે ફિલ્મોના દરવાજા ખુલ્યા હતાં.
પરંતુ હવે પ્રિયંકાની જીત પર એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને તેનું કારણ છે પૂર્વ મિસ બારબાડોસ, લીલાની મૈકકૉર્ન(Leilani McConny)નો આક્ષેપ. પ્રિયંકાની સાથે જ મિસ વર્લ્ડ 2000ની રેસમાં રહી ચુકેલા લીલાની હવે એક યૂટ્યબુર છે. તેમણે પોતાના એક વીડિયોમાં 2000માં મિસ વર્લ્ડ પેજેન્ટમાં પ્રિયંકાની જીતને `ફિક્સ` ગણાવી છે અને ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT
લીલાનીએ 22 વર્ષ બાદ કેમ લગાવ્યા આક્ષેપ?
મિસ યૂએસએ(Miss USA) બ્યુટી પેજેન્ટ, એક કન્ટેસ્ટન્ટની જીતને લઈ આજકાલ ખુબ જ વિવાદમાં છે. મિસ ટેક્સાસ રહી આર બૉની ગેબ્રિએલ (R`Bonny Gabriel)ના મિસ યૂએસએ 2022 ટાઈટલ જીત્યા બાદ, તેમની કેટલીક સાથી કન્ટેસ્ટન્ટ અભિનંદન પાઠવવાને બદલે સ્ટેજ પરથી ઉતરી ગઈ હતી. મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન આ મામલે તપાસ કરી રહી છે અને મિસ યૂએસએના પ્રેસિડન્ટ ક્રિસ્ટલ સ્ટીવર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો દ્વારા બ્યુટી પેજેન્ટ્સ એટલે કે સૌંદર્ય સ્પર્ધકો `ફિક્સ` હોવાની વાતો વહેતી થઈ છે. આની વચ્ચે પૂર્વ મિસ બારબાડોસ લીલાનીએ આક્ષેપ લગાવ્યો છે કે તેમની સાથે મિસ વર્લ્ડ 2000માં ભાગ લેનાર મિસ ઈન્ડિયા પ્રિયંકા ચોપરાની તરફેણ કરવામાં આવી રહી હતી, તેમજ તેની જીત પહેલેથી જ નક્કી હતી.
લીલાનીએ પ્રિયંકાની જીત પર આક્ષેપ કરતાં કહ્યું કે,`તમને યાદ અપાવું કે, ગત વર્ષમાં પણ મિસ ઈન્ડિયાની જીત થઈ હતી. સ્પૉન્સર જી ટીવી હતું, જે એક ભારતીય કેબલ સ્ટેશન છે. તેમણે આખો મિસ વર્લ્ડ સ્પૉન્સર કર્યો હતો. અમારા સૈશ પર પહેલા જી ટીવી લખ્યું હતું અને પછી અમારા દેશનું નામ હતું.`
લીલાનીએ પ્રિયંકા સાથેના પક્ષપાત વિશે કહ્યું કે તેણે સ્વિમસૂટ રાઉન્ડમાં ડ્રેસ પહેર્યો હતો. તેણે કહ્યું,પ્રિયંકા ચોપરા એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ પહેરવાની છૂટ હતી.તેને કહેવામાં આવ્યું હતું કે તે તેની સ્કિન ટોનને ઠીક કરવા માટે કેટલીક સ્કિન ટોન ક્રીમ લગાવી રહી છે, જે હજુ પણ યોગ્ય નથી. લીલાનીના જણાવ્યા અનુસાર, બાકીના બધાને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાની ક્રીમ કામ કરી રહી નથી તેથી તે સરોંગને હટાવવા માંગતી નથી.
લીલાનીએ વિડિયોમાં એમ પણ કહ્યું હતું કે સ્પર્ધામાં પ્રિયંકાને કોઈ પસંદ નહોતું કરતું અને તે સારી પણ નહોતી. તેણીએ એમ પણ કહ્યું કે તેણી જે પણ કરતી હતી, આયોજકનો પક્ષપાત દેખાતો હતો.હદ તો એ હતી કે જ્યારે બાકીની છોકરીઓ એક જગ્યાએ જમવા આવતી ત્યારે પ્રિયંકાની ડિલિવરી તેમના પલંગ પર થઈ જતી હતી.
લીલાનીએ કહ્યું કે પ્રિયંકાને આવી ઘણી પ્રેસ મીટ અને ફોટોશૂટમાં જોવામાં આવી હતી જેના માટે એશિયાની જ નહીં પરંતુ ક્યારેય કોઈ છોકરીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું કે પ્રિયંકાની જીત પહેલા તેનું ફોટોશૂટ બીચ પર કરવામાં આવી રહ્યું હતું, જ્યારે બાકીની છોકરીઓને રેતી પર એક બાજુ ઉભી રાખવામાં આવી હતી.અને આટલું જ નહીં પ્રિયંકાના ગાઉનને ડિઝાઈન કરનાર ડિઝાઈનરે બધાના ડ્રેસ તૈયાર કર્યા હતા.પરંતુ પ્રિયંકાના ડ્રેસનું ફિટિંગ ઉત્તમ હતું, જ્યારે કે બાકીની છોકરીઓના ડ્રેસ ફિટિંગ ખૂબ જ ખરાબ હતા.
લીલાનીનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ એવું કહ્યું કે તે આક્ષેપ કરવામાં 22 વર્ષ મોડા પડ્યાં છે, તો બીજી બાજુ કેટલાકા લોકો તેનો સપોર્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, ` આ ખુબ જ રસપ્રદ છે, તમે સરસ રીતે બધું સમજાવ્યું. આ સાથે જ અનેક બ્યુટી પેજેન્ટ વિનર્સ પણ આ પ્રકારના વર્તન વિશે વાત કરી રહ્યાં છે, જેવું લીલાનીએ જણાવ્યું.
એક યુઝરે તો પ્રિયંકા ચોપરાનો એક વિવાદ પણ યાદ અપાવ્યો, જે મિસ વર્લ્ડના ફાઈનલ સવાલના જવાબથી ઉભો થયો હતો. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તે દુનિયામાં જીવિત મહિલાઓમાંથી કોને સૌથી વધુ સફળ માને છે? જેના જવાબમાં પ્રિયંકાએ મધર ટેરેસાનું નામ લીધુ હતું. જો કે, તે સમયે મધર ટેરેસાના નિધનને 3 વર્ષ થઈ ચુક્યા હતાં.


