Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાએ આ રીતે ખાસ બનાવ્યો પતિ નિકનો જન્મદિવસ, જુઓ વીડિયો

પ્રિયંકા ચોપડાએ આ રીતે ખાસ બનાવ્યો પતિ નિકનો જન્મદિવસ, જુઓ વીડિયો

19 September, 2022 05:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર નિક જોનાસના જન્મદિવસના સેલિબ્રેશનનો વીડિયો (Birthday Celebration Video) શૅર કર્યો છે જેમાં નિકના જન્મદિવસ પર ક્લિક કરવામાં આવેલી બધી તસવીરોનું કલેક્શન છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

Nick Jonas B`day Video

તસવીર સૌજન્ય મિડ-ડે


બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના (Bollywood Actress Priyanka Chopra) પતિ નિક જોનાસે (Husband Nick Jonas) તાજેતરમાં જ પોતાનો 30મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ નિક જોનસનો જન્મદિવસ હતો જેને ખાસ બનાવવા માટે પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) કોઈ કસર બાકી રાખી નથી. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર નિક જોનાસના જન્મદિવસના સેલિબ્રેશનનો વીડિયો (Birthday Celebration Video) શૅર કર્યો છે જેમાં નિકના જન્મદિવસ પર ક્લિક કરવામાં આવેલી બધી તસવીરોનું કલેક્શન છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પ્રિયંકા ચોપડાએ સુંદર પોસ્ટ લખી છે.

પ્રિયંકાએ આ રીતે વ્યક્ત કર્યો પ્રેમ
પ્રિયંકા ચોપડાએ લખ્યું, "Happiest Birthday my Love.તારા જીવનમાં ખુશી અને ચહેરા પર સ્માઈલ હંમેશા જળવાયેલી રહે. આય લવ યૂ નિક જોનાસ. આ એક એવું વીકએન્ડ હતું જેણે મારું મન પ્રફુલ્લિત કરી દીધું. આની શરૂઆત મારા પતિના 30મા જન્મદિવસના સેલિબ્રેશનના પ્રયત્ન તરીકે થઈ અને અંત એનાથી ખૂબ જ મોટી અને બહેતર રીતે થયું."  



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)


મિત્રો અને પરિવારનો માન્યો આભાર
પ્રિયંકા ચોપડાએ લખ્યું, "નિક જોનાસના બધા મિત્રો અને પરિવારના સભ્યોએ આને પ્રેમ અને આનંદથી ભરી દીધો. Scottsdale National Golf Club તમે ઘરથી દૂર અમારે માટે બીજું ઘર જ છો. નિક માટે એક પરફેક્ટ સેલિબ્રેશન તૈયાર કરવા માટે હું તમારો બધાનો આભાર કોઈપણ શબ્દોમાં વ્યક્ત કરવા માટે સક્ષમ નથી."


આ પણ જુઓ : HBD નિક જોનસ : પ્રિયંકા ચોપરા પહેલા આ હતી રૉકસ્ટારની પ્રેમિકાઓ

ગોલ્ફ કૉર્સમાં (Golf Course) વિતાવ્યો આખો દિવસ
ત્યાર બાદ પ્રિયંકા ચોપડાએ તે ખાસ લોકોના નામ લખ્યા છે જેમણે નિક જોનાસના જન્મદિવસને (Nick Jonas Birthday Celebration Video) ખાસ બનાવવા માટે તેમની મદદ કરી. આમાં મોટાભાગે નિક જોનાસના પરિવારના (Nick Jonas Family and Friends) સભ્યો કે તેમના મિત્ર છે. વીડિયો જોઈને કહી શકાય છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે આ આખો દિવસ ગોલ્ફ કૉર્સમાં જ વિતાવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK