આદિત્યની લાઇફમાં આ નવી છોકરી કોણ છે?
આદિત્ય હાલમાં ઇન્ટરનૅશનલ સેલિબ્રિટી હેર ઍન્ડ મેકઅપ આર્ટિસ્ટ મૅરિયાના મુકુચ્યાનને ડેટ કરી રહ્યો હોવાના સમાચાર છે. તેઓ છેલ્લા ૬ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ તેમણે જાહેરમાં આવવાનું ટાળ્યું છે. પરિણીતી ચોપડા અને આદિત્ય હાલમાં ‘કૉફી વિથ કરણ’માં ગયાં હતાં ત્યારે મૅરિયાના પરિણીતીની હેર-સ્ટાઇલિસ્ટ હતી. આદિત્ય અને મૅરિયાનાએ ૨૮ ઑગસ્ટે અમેરિકાના નેવાડામાં આવેલી બ્લૅકરૉક સિટીમાં યોજાતા બર્નિંગ મૅન ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. સોનમ કપૂરે દિવાળીમાં આપેલી પાર્ટીમાં મૅરિયાના પણ હાજર હતી. જોકે તે આદિત્યની ફ્રેન્ડ કૅટરિના કૈફ સાથે આવી હતી જેથી તેઓ મીડિયાથી દૂર રહી શકે. પાર્ટીમાં અંદર જતાંની સાથે જ આદિત્ય અને મૅરિયાના સાથે થઈ ગયાં હતાં અને તેઓ ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં.

