ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને બૉલિવૂડના પીઢ અભિનેતા સમીર ખખ્ખર (Sameer Khakhar)ના નિધન પર મનોજ બાજપેયી અને હંસલ મહેતાએ શોક વ્યક્ત કર્યો છે. જાણો તેમણે શું કહ્યું..?
_d.jpg)
મનોજ બાજપેયી, સમીર ખખ્ખર અને હંસલ મહેતા
`નુક્કડ` ફેમ ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખર(Sameer Khakhar Demise)નું આજે નિધન થયું છે. તેમણે ગુજરાતી કલાજગતમાં અને બૉલિવૂડમાં નોંધનીય કામ કર્યુ છે. બૉલિવૂડ માટે એક ફોટો ઝટકો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સતીશ કૌશિકના નિધનના શોકમાંથી બહાર આવી જ હતી કે અન્ય એક પીઢ અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન સમીર ખખ્ખરના નિધન પર કલાકારો શોક વ્યક્ત કરી રહ્યાં છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણા મોટા અને યાદગાર પાત્રો દ્વારા દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. સમીર ખખ્ખરના નિધનના પર ઈન્ડસ્ટ્રીના લોકોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.
મનોજ બાજપેયીએ આપી શ્રદ્ધાંજલિ
भगवान उनकी आत्मा को शांति दे ?? ओम शांति ? https://t.co/zF2CV8CWEX
— manoj bajpayee (@BajpayeeManoj) March 15, 2023
બૉલિવૂડ એક્ટર મનોજ બાજપેયીને સમીર ખખ્ખરના નિધનથી આઘાત લાગ્યો છે. તેમણે અભિનેતા સમીરને તેમના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપી છે. ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા મનોજે લખ્યું, `તેમની આત્માને શાંતિ મળે... ઓમ શાંતિ.`
મુકેશ છાબરાએ પણ શોક વ્યક્ત કર્યો<
RIP ? pic.twitter.com/Rajg2B1DuE
— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 15, 2023
/strong>
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ટ્વિટર પર પોસ્ટ તસવીર શરે કરી અભિનેકા સમીર ખખ્ખરને શ્રદ્ધાંજલિ અર્પી છે.
હંસલ મહેતાને જૂના દિવસો યાદ આવ્યા
For some reason I was nicknamed Khopdi in college after his iconic character in Nukkad. My closest friends from the time still call me Khopdi. But I guess it’s time to say goodbye to the OG. Goodbye Sameer Khakhar. Thank you for the memories. pic.twitter.com/WCpL1Iizbj
— Hansal Mehta (@mehtahansal) March 15, 2023
ફિલ્મ નિર્દેશક, લેખક અને નિર્માતા હંસલ મહેતાએ સમીર ખખ્ખરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાની તસ્વીર શેર કરતા તેમણે ટ્વિટર પર લખ્યું, `કોઈક કારણોસર મને કોલેજમાં નુક્કડમાં તેના પ્રતિષ્ઠિત પાત્રના કારણે `ખોપડી` ઉપનામ આપવામાં આવ્યું હતું. તે સમયના મારા નજીકના મિત્રો આજે પણ મને `ખોપડી` કહે છે, પરંતુ મને લાગે છે કે આ દંતકથાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ગુડબાય સમીર ખખ્ખર. યાદો માટે આભાર.`