ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહ્યા છે.
ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી
ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહ્યા છે. તેમની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી, આર. માધવન, એ. આર. રહમાન, શેખર કપૂર અને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોષીએ હાજરી આપી હતી. અક્ષયકુમાર પણ જવાનો હતો, પરંતુ કોવિડ પૉઝિટિવ થવાથી તે હાજર નહોતો રહી શક્યો. આ સમાચાર તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવી હતી. આ ઇવેન્ટમાં અનુરાગે કહ્યું હતું કે ‘ઇન્ડિયા હવે દુનિયાભરમાં કન્ટેન્ટ હબ બની રહ્યું છે. તેમ જ હવે એ પોસ્ટ-પ્રોડક્શન હબ બને એ માટે પણ અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.’

