સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝ અને નીરુ બાજવાની આગામી ફિલ્મ ‘સરદારજી 3’માં તેની સાથે ઍક્ટ્રેસ હાનિયા આમિરની પસંદગી કરવામાં આવી હતી. જોકે હાલમાં ચર્ચા છે કે તાજેતરમાં થયેલા પહલગામ અટૅક પછી આ ફિલ્મમાંથી હાનિયાની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
દિલજિત દોસાંઝ અને હાનિયા આમિર
સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝ અને નીરુ બાજવાની આગામી ફિલ્મ ‘સરદારજી 3’માં તેની સાથે ઍક્ટ્રેસ હાનિયા આમિરની પસંદગી કરવામાં આવી હતી. જોકે હાલમાં ચર્ચા છે કે તાજેતરમાં થયેલા પહલગામ અટૅક પછી આ ફિલ્મમાંથી હાનિયાની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. હાનિયા રિયલ લાઇફમાં દિલજિતની મોટી ફૅન છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં દિલજિતે તેની લંડનની કૉન્સર્ટમાં હાનિયાને સ્ટેજ પર બોલાવીને તેને માટે સ્પેશ્યલ ગીત ગાયું હતું જેને કારણે તે ખુશ થઈ ગઈ હતી. એ કૉન્સર્ટ પછી સમાચાર આવ્યા હતા કે હાનિયાને ‘સરદારજી 3’માં સાઇન કરવામાં આવી છે અને હવે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવાના સમાચાર છે.
‘સરદારજી 3’ હાનિયાની પહેલી બૉલીવુડ ફિલ્મ બની હોત પણ હવે ફિલ્મના મેકર્સ એનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે. આ ફિલ્મનું બ્રિટનનું શેડ્યુલ ગયા મહિને જ આટોપી લેવામાં આવ્યું છે પણ હવે મેકર્સ હાનિયાના રિપ્લેસમેન્ટ સાથે એના હિસ્સાનું રીશૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.


