કરણ જોહરની ફિલ્મ યોદ્ધા (yodha trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સિદ્ધાર્થનો દમદાર એક્શન અવતાર અને દેશ પ્રત્યેનો પ્રેમ જોવાની પડદા મજા પડે એવી સ્ટોરી એવું હોય લાગે છે.
યોદ્ધામાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા
કી હાઇલાઇટ્સ
- સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાનું ટ્રેલર રિલીઝ
- અભિનેતાનો દમદાર એક્શન અવતાર મચાવશે ધૂમ
- રાશિ ખન્ના અને દિશા પટનો લૂક પણ જોવા જેવો
Yodha Trailer: બૉલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી રાશિ ખન્ના આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ `યોધા`ને લઈને ચર્ચામાં છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મના મેકર્સે `યોદ્ધા`નું ટીઝર રિલીઝ કર્યું હતું, જેને જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા. હવે ફેન્સનો ઉત્સાહ વધારવા માટે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ધમાકેદાર ટ્રેલર (Yodha Trailer)માં સિદ્ધાર્થનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે.
ફિલ્મ નિર્માતા કરણ જોહરે `યોધા`નું ટ્રેલર શેર કર્યું છે. કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું પાત્ર એક સૈનિક બનીને તેના પિતાના પગલે ચાલતું જોવા મળે છે. ટ્રેલર એક્શન અને દમદાર ડાયલોગ્સથી ભરેલું છે. ટ્રેલરમાં, સિદ્ધાર્થ મલ્હોત્રાને તેના પિતાની જેમ સૈનિક બનતો બતાવવામાં આવ્યો હતો, પરંતુ તેના પર વિશ્વાસઘાતનો આરોપ છે, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ થવા છતાં તેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ ઓછો થયો નથી અને તે દેશ પરના જોખમને દૂર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર છે.
ADVERTISEMENT
View this post on Instagram
ટ્રેલરની વચ્ચે સિદ્ધાર્થ અને રાશિ ખન્ના વચ્ચે રોમેન્સ પણ જોવા મળે છે. તે જ સમયે, જ્યારે કેટલાક આતંકવાદીઓ દ્વારા વિમાનને હાઇજેક કરવામાં આવે છે ત્યારે સિદ્ધાર્થનો એક્શન અવતાર જોવા મળે છે. દિશા પટણી તે વિમાનમાં કેબિન ક્રૂનો એક ભાગ છે, જે સિદ્ધાર્થને મદદ કરે છે. પોતાનો એક્શન અવતાર બતાવતા સિદ્ધાર્થ દમદાર સંવાદ બોલે છે કે, `હું રહું કે ન રહું, આ દેશ ચોક્કસ જ રહેશે.`
સિદ્ધાર્થનું આ મિશન સફળ થશે કે નહીં તે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. ફિલ્મનું પહેલું ગીત `ઝિંદગી તેરે નામ` પણ રિલીઝ થઈ ગયું છે, જે એક રોમેન્ટિક ટ્રેક છે. હવે સિદ્ધાર્થ અને રાશિ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો, સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે 15 માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે. રાશિ ખન્ના પણ `યોદ્ધા`માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટણી સાથે જોવા મળશે.
રાશિ ખન્ના અને સિદ્ધાર્થ મલ્હોત્રા ‘યોદ્ધા’માં સાથે દેખાવાનાં છે. આ ફિલ્મના પ્રમોશન માટે રાશિ હાલ હૈદરાબાદમાં છે. આ ફિલ્મ પંદર માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. પ્રમોશનલ ઇવેન્ટ માટે રાશિ ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. ગોલ્ડન બૉર્ડરવાળા ગ્રીન લેહંગા પર રાશિએ ઑલિવ ગ્રીન કલરનું મિરર વર્કનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.

