સ્વીડનના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર( Roger Federer)એ હાલમાં જ 15 સપ્ટેમ્બરે રમતગમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના પર હંસલ મહેતાએ ટ્વિટ કરતા તેને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

હંસલ મહેતા
સ્વીડનના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર( Roger Federer)એ હાલમાં જ 15 સપ્ટેમ્બરે રમતગમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના પછી દુનિયાભરના લોકો તેને સોશિયલ મીડિયા પર પોતપોતાની રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે. તે જ સમયે, બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર રોજર ફેડરર સાથેની પોસ્ટ શેર કરી હતી, પરંતુ આ દરમિયાન ફિલ્મ નિર્માતા હંસલ મહેતા (Hansal Mehta On Roger Federer Retirement)એ એક ટ્વિટ કર્યું, જેના પર તે હવે ટ્રોલ થઈ રહ્યા છે.
પ્રખ્યાત ટેનિસ ખેલાડી રોજર ફેડરરે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી છે. રોજર ફેડરર ટેનિસ જગતનું મોટું નામ છે. તેણે 24 વર્ષથી વધુની પ્રખ્યાત કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. એક તરફ તેના પ્રશંસકો તેની નિવૃત્તિથી ખૂબ જ દુઃખી છે. બીજી તરફ રોજર ફેડરરની નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા પર બધા તેને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર વિશે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતાની એક પોસ્ટએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, જે હવે ચર્ચાનો વિષય છે.
ADVERTISEMENT
Going to miss you champion. #RogerFederer. pic.twitter.com/ZNmQaNROaD
— Hansal Mehta (@mehtahansal) September 16, 2022
વાસ્તવમાં, ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ રોજર ફેડરરની નિવૃત્તિની જાહેરાત પછી અરબાઝ ખાનની તસવીર શેર કરીને એક ફની ટ્વિટ કર્યુ છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. હંસલ મહેતાએ શુક્રવારે ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયન રોજર ફેડરરની પોસ્ટ શેર કરતી વખતે અભિનેતા અરબાઝ ખાનની તસવીર પોસ્ટ કરી હતી. તસવીર શેર કરતા હંસલે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, `ગોઇંગ ટુ મિસ યુ ચેમ્પિયન, રોજર ફેડરર.` આ પોસ્ટ બાદ યુઝર્સ તેને વિવિધ કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે.
હંસલ મહેતાની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. તે જ સમયે, નેટીઝન્સ આશ્ચર્યમાં છે કે હંસલ મહેતાએ રોજર ફેડરરને બદલે અરબાઝ ખાનની તસવીર શા માટે વાપરી છે. રોજર ફેડરરનો ચહેરો અને અરબાઝ ખાનનો ચહેરો ક્યાંકને ક્યાંક મળતો આવે છે, તેથી બને શકે આવું બન્યું હોય. કારણ ગમે તે હોય પરંતુ આ પોસ્ટ પર નેટીઝન્સ હંસલ મહેતાને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે.

