પોતાની જર્ની વિશે વાત કરતાં ફાતિમા કહે છે, ‘હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું`
ફાતિમા સના શેખ
ફાતિમા સના શેખનું કહેવું છે કે હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવવું સહેલું નથી. ફાતિમાએ ૨૦૧૬માં આવેલી આમિર ખાનની ‘દંગલ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેને ઇન્ડસ્ટ્રીમાં ૮ વર્ષ થઈ ગયાં છે. તે હવે ‘મેટ્રો... ઇન દિનોં’ અને ‘અલ જલૂલ ઇશ્ક’માં જોવા મળશે. પોતાની જર્ની વિશે વાત કરતાં ફાતિમા કહે છે, ‘હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું સહેલું નથી. હું નવોદિત હોવા છતાં મને આ તક મળી એ માટે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું. મેં ઑડિશન આપ્યું અને મારી સખત મહેનતને લીધે મને ફિલ્મ મળી હતી.’

