Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુછ તો લોગ કહેંગે : ફાતિમા સના શેખ

કુછ તો લોગ કહેંગે : ફાતિમા સના શેખ

27 December, 2018 11:33 AM IST |

કુછ તો લોગ કહેંગે : ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ


‘દંગલ’ ગર્લ ફાતિમા સના શેખે તેનું નામ આમિર ખાન સાથે જોડવા પર કહ્યું છે કે લોકો તો બોલતા જ રહેવાના છે. ફાતિમા અને આમિરના અફેરની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ બન્નેમાંથી કોઈએ પણ આ વાત પર કદી સ્પષ્ટીકરણ નથી આપ્યું. એક ઇન્ટરવ્યુમાં આ વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ અજીબ વાત છે. એક વખત મારી મમ્મીએ ટીવી પર મારા વિશે ચાલી રહેલા ન્યુઝ દેખાડ્યા હતા, જેને જોઈને હું ખૂબ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. એ સમયે મને લાગ્યું કે મારે પોતાને સમજાવવાની જરૂર છે, પરંતુ હવે મને કોઈ ફરક નથી પડતો. મારું માનવું છે કે તમે જે પણ કામ કરશો તમારી ચર્ચા તો થવાની છે. લોકોનું કામ જ છે બોલવાનું. એનાથી હવે હું જરા પણ પ્રભાવિત નથી થતી.’

ફિલ્મ સાઇન કરતાં પહેલાં હું સ્ટોરી પર ખાસ ધ્યાન આપું છું : આમિર ખાન

ફિલ્મ સાઇન કરતાં પહેલાં પોતે સ્ક્રિપ્ટને અગત્ય આપે છે એવું કહેવું છે આમિર ખાનનું. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘હું જ્યારે પણ ફિલ્મ સાઇન કરું છું તો પહેલાં એની સ્ટોરી અથવા તો સ્ક્રિપ્ટ જોઉં છું. કલાકારો અને ટેãક્નશ્યનો ફિલ્મના અગત્યના ભાગ છે, પરંતુ ફિલ્મની શરૂઆત રાઇટર્સની સાથે થાય છે. રાઇટર્સ સૌથી પહેલું અને સૌથી મહત્વનું પાસું છે ફિલ્મ બનાવવામાં.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 11:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK