લોકસભા ઇલેક્શનના ત્રીજા ફેઝમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ વોટિંગ હતું.
દિવ્યાંકા ત્રિપાઠી દહિયા
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ તેના હોમટાઉન ભોપાલ જઈને વોટિંગ કર્યું હતું. તેની સાથે તેનો સેહત કા રખવાલા એટલે કે તેનો પતિ વિવેક દહિયા પણ હતો. લોકસભા ઇલેક્શનના ત્રીજા ફેઝમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ વોટિંગ હતું. ફ્લાઇટમાંનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી દિવ્યાંકાએ કૅપ્શન આપી હતી કે ‘ભોપાલ વોટ આપવા માટે જઈ રહી છું. મારો પતિ પણ મારી સાથે છે. તે મારો ‘સેહત કા રખવાલા’ છે.’ તેણે મમ્મી-પપ્પા સાથે જઈને વોટિંગ કર્યું હતું જેના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

