Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગના વિરુદ્ધ માનહાનિના કેસમાં જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું કોર્ટે

કંગના વિરુદ્ધ માનહાનિના કેસમાં જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું કોર્ટે

02 March, 2021 11:27 AM IST | Mumbai
Agencies

કંગના વિરુદ્ધ માનહાનિના કેસમાં જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું કોર્ટે

કંગના વિરુદ્ધ માનહાનિના કેસમાં જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું કોર્ટે

કંગના વિરુદ્ધ માનહાનિના કેસમાં જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું કોર્ટે


લેખક-ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કરેલા માનહાનિના દાવા સંદર્ભે મુંબઈ કોર્ટે કંગના રનોટ વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું છે. એક ઇન્ટરવ્યુમાં કંગનાએ બૉલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમમાં જાવેદ અખ્તરનું નામ ઉછાળ્યું હતું. ત્યાર બાદ તેમણે કંગના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે આવા આરોપોથી તેમની છબી ખરડાઈ રહી છે. અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને સમન્સ મોકલીને ૧ માર્ચ પહેલાં હાજર થવાનું કહ્યું હતું. જોકે તે હાજર નથી રહી. આ જ કારણસર કોર્ટે તેની વિરુદ્ધ જામીનપત્ર વૉરન્ટ બહાર પાડ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી બાવીસ માર્ચે થવાની છે.


તેજસમાં સિખ સૈનિકની ભૂમિકા ભજવવાની ખુશી છે કંગનાને



મુંબઈ : કંગના રનોટ ‘તેજસ’માં સિખ સૈનિકના પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે ઍરફોર્સ ઑફિસર બની છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ તેજસ ગિલ છે. ફિલ્મમાં તેનો જે યુનિફૉર્મ છે એનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ‘તેજસ’માં સિખ સૈનિકનો રોલ ભજવી રહી છું. મેં જ્યાં સુધી મારું પૂરું કૅરૅક્ટર ન વાંચ્યું ત્યાં સુધી મને એની જાણ નહોતી. આજે યુનિફૉર્મ પર મારું નામ વાંચ્યું તો મારા ચહેરા પર તરત સ્માઇલ આવી ગઈ. આપણી ઇચ્છા અને પ્રેમને વ્યક્ત કરવાની એક રીત હોય છે. આપણે સમજીએ એના કરતાં વધુ સારી રીતે યુનિવર્સ આપણી સાથે વાત કરે છે.’


ઇમર્જન્સી મીટિંગને લઈને ઑફિસમાં વ્યસ્ત હતી કંગના

મુંબઈ : કંગના રનોટનું કહેવું છે કે તે હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. તેના વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસમાં તે કોર્ટમાં હાજર ન રહી હોવાથી આ વૉરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ વિશે આડકતરી રીતે જણાવી રહી હોય એ રીતે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું મારા ઘરમાં મીટિંગ કરતી હતી. અક્ષત રનોટ જેણે મારી સાથે મણિકર્ણિકા પ્રોડક્શન હાઉસ બનાવ્યું હતું તે મારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ૭૦૦ કેસને એકલો સંભાળી રહ્યો છે. મારે એક ઇમર્જન્સી મીટિંગ માટે ઑફિસમાં જવું પડ્યું હતું. જોકે હું એના માટે તૈયાર નહોતી અને મારું દિલ પણ તૂટી ગયું.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 11:27 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK