Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મકાર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે ITના દરોડા

ફિલ્મકાર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે ITના દરોડા

03 March, 2021 02:24 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મકાર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે ITના દરોડા

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ફિલ્મકાર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂના મુંબઇ, પુણે સ્થિત ઠેકાણે ઇનકમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. એનડીવીના અહેવાલ મુજબ સૂત્રોના હવાલે આ માહિતી આપવામાં આવી છે. આ બન્ને સિતારા સિવાય ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોને ત્યાં પણ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. ટેક્સ ચોરીના કેસમાં વિભાગ તરફથી આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુંબઇ અને પુણેના લગભગ 20 ઠેકાણે આયકર વિભાગે રેઇડ પાડી છે. આની સાથે જ એક ટેલેન્ટ એજન્સી અને પ્રૉડ્યૂસર મધુ મંટેનાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ સિવાય વિકાસ બહલ અને ફેન્ટમ ફિલ્મ્સના કૉ-ફાઉન્ડર મધુ મન્ટેના વર્માના ઠેકાણાંઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. મધુ મન્ટેના વર્મા પોતાની એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. ફેન્ટમ ફિલ્મ્સનું કામકાજ અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને અને મધુ મંતેના વર્મા આનું સંચાલન કરતા હતા, પણ આ કંપની 2018માં તોડી દેવામાં આવી હતી.



મધુ વર્મા મન્ટેનાને ગજની મૂવી માટે ઓળખવામાં આવે છે આ ફિલ્મમાં તેમણે આમિર ખાન સાથે નિર્દેશન કર્યું હતું. આ સિવાય તે અન્ય ઘણી હિન્દી, તેલુગુ અને બાંગ્લા મૂવીઝનું પણ નિર્દેશન કરી ચૂક્યા છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ ટ્વિટર પર પણ અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ ટ્રેન્ડ થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપને ગેન્ગ્સ ઑફ વાસેપુર, બ્લેક ફ્રાઇડે જેવી લોકપ્રિય ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. રાજનૈતિક, સામાજિક મુદ્દે પણ તે ઘણીવાર પોતાનો મત રજૂ કરતા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 02:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK