અક્ષયકુમારે તેના દીકરા આરવની વિનમ્રતા વિશે માહિતી આપી છે
અક્ષયકુમારનો દીકરો આરવ
અક્ષયકુમારે તેના દીકરા આરવની વિનમ્રતા વિશે માહિતી આપી છે. તેનું કહેવું છે કે દીકરો હજી પણ સેકન્ડહૅન્ડ કપડાં પહેરે છે. દીકરાને મોંઘાં કપડાં પહેરવાનો શોખ નથી. એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘તે પોતાનાં કપડાં જાતે ધુએ છે, સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને વાસણ પણ ધુએ છે. તેને મોંઘાં કપડાં પહેરવાનો જરાય શોખ નથી. તે કપડાં ખરીદવા માટે સેકન્ડહૅન્ડ સ્ટોરમાં જાય છે. અમે કદી તેને કોઈ બાબત માટે દબાણ નથી કર્યું. એક દિવસ તેણે મારી પાસે આવીને કહ્યું કે તે ફિલ્મોમાં કામ નથી કરવા માગતો. મેં તેને કહ્યું કે તારી લાઇફ છે, તારી જે ઇચ્છા હોય એ તું કર.’

