ઍક્ટર્સ કરતાં પણ રાઇટર્સ અને ડિરેક્ટર્સ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે ઘણા દરવાજા ખૂલી ગયા છે. કોઈ પણ શો સારો રહ્યો તો એ માટે રાઇટર્સની મહેનત હોય છે.
અમાયરા દસ્તુર
અમાયરા દસ્તુરનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે હવે લોકોને તેમની અટકની જગ્યાએ ટૅલન્ટને જોઈને કામ આપવામાં આવે છે. તેનું માનવું છે કે હવે ઍક્ટર્સના બૉલીવુડમાં કનેક્શન હોવું જરૂરી નથી. આ વિશે વાત કરતાં અમાયરાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે કાસ્ટિંગની પ્રોસેસમાં બદલાવ આવી ગયો છે. લોકોને પણ હવે ખબર પડી ગઈ છે કે ઍક્ટરને હવે તેમની ટૅલન્ટને કારણે પસંદ કરવામાં આવે છે નહીં કે અટકને કારણે. ઍક્ટર્સ કરતાં પણ રાઇટર્સ અને ડિરેક્ટર્સ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મને કારણે ઘણા દરવાજા ખૂલી ગયા છે. કોઈ પણ શો સારો રહ્યો તો એ માટે રાઇટર્સની મહેનત હોય છે. અમને તો તૈયાર લાઇન મળી જાય છે, પરંતુ તેમણે એ લખવી પડે છે. ઇન્ડિયાને આજે એના કારણે ઘણા સારા-સારા રાઇટર્સ મળ્યા છે.’


