સોનમને લંડનમાં ઉબર કૅબના ડ્રાઇવરનો થયો ભયાનક અનુભવ
સોનમ કપૂર આહુજાને લંડનમાં ઉબર કૅબનો ખરાબ અનુભવ થતાં તેણે સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે. કૅબ ડ્રાઇવરે તેની સાથે ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. પોતાને થયેલો અનુભવ ટ્વિટર પર શૅર કરીને સોનમે ટ્વીટ કર્યું હતું કે ‘મને લંડનમાં ઉબરનો ખૂબ જ ભયાનક અનુભવ થયો છે. મહેરબાની કરીને સાવધ રહેજો. સૌથી સારી અને સલામત યાત્રા માટે હંમેશાં લોકલ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અથવા કૅબ્સનો ઉપયોગ કરવો જોઈએ.’
સોનમના આવા ટ્વીટથી તેના ફૅન્સ પણ તેને લઈને ખાસ્સા ચિંિતત બની ગયા હતા. આ આખા પ્રકરણ વિશે તેને પૂછવા લાગ્યા હતા. એ ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સોનમે ટ્વીટ કર્યું હતું કે ‘ડ્રાઇવરની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી. તે મારા પર ગુસ્સે થયો અને મારા પર ચીસો પાડી રહ્યો હતો. હું ખૂબ જ ધ્રૂજવા લાગી હતી.’
ADVERTISEMENT
સોનમને થયેલા કડવા અનુભવ બાદ ઉબરે માફી માગતાં ટ્વીટ કર્યું હતું કે ‘તને થયેલા કડવા અનુભવ માટે સૉરી સોનમ. શું તું અમને તારા ઈ-મેઇલ ઍડ્રેસ અને મોબાઇલ-નંબર સાથે ડિરેક્ટ મેસેજ કરી શકે છે? જેથી આપણે આ સંદર્ભે વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકીએ.’