દીપિકાએ મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સના સ્ટેચ્યુંનું કર્યું અનાવરણ
મૉમ કી ગૂડિયા:
દીપિકા પાદુકોણ હવે ફક્ત બૉલીવુડ જ નહીં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. આ જ કારણે એની ચર્ચા દુનિયાભરમાં દરેક ખૂણામાં થતી રહે છે.
દીપિકા પાદુકોણની લોકપ્રિયતાને જોતા લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ થયું છે. દીપિકા પોતાના પેરેન્ટ્સ અને બહેન સાથે આવી હતી. તે ઉપરાંત રણવીર સિંહ અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના લુક પરથી બનાવવામાં આવ્યો છે. દીપિકાનું સ્ટેચ્યુ જોઈએ રણવીર સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ADVERTISEMENT
જાણો, શું કહ્યું પતિ રણવીર સિંહે...
પતિ રણવીરે કહ્યું કે, મને આ વેક્સ સ્ટેચ્યૂ ખૂબ જ ગમ્યું. દીપિકાએ તેને કહ્યું કે, હવે જ્યારે તું લંડન શૂટિંગ માટે હોય અને મારી યાદ આવે ત્યારે તું અહીં આવતો રહેજે. ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણે પોતાના અભિનય અને સૌંદર્યથી દરેકના દિલ જીતી લીધા છે.
જાણો, શું કહ્યું દીપિકાએ...
દીપિકાએ જણાવ્યું કે, હું નાની હતી ત્યારે મારા પરિવાર સાથે હું અહીંયા પહેલીવાર અને છેલ્લીવાર આવી હતી, અને બસ ગઈકાલે જ જ્યારે અમે સાથે લંચ કરતા હતા ત્યારે જ મારી મમ્મીએ કહ્યું કે, તે અહીં 35 વર્ષ પહેલાં આવી હતી અને તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એની દીકરીનું વેક્સ સ્ટેચ્યૂ અહીં હશે. આજે અમે બધા અહીં સાથે છીએ એક પરિવાર તરીકે જેની અનુભૂતિ એકદમ અદભુત છે.
આ પણ વાંચો : બદલાવ લાવવો હોય તો વોટ કરો : વિદ્યા બાલન
દીપિકા પદ્માવત બાદ બૉલીવુડની પહેલી એવી અભિનેત્રી છે જેની ફિલ્મે 300 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો.