Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જુઓ જુઓ મનોહર અન્નકૂટ!

શાહીબાગનાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1100થી વધુ વાનગીઓનો મહોહર અન્નકૂટ!

આજે દિવાળી બાદ નૂતન વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે BAPS સંસ્થાના તમામ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ થયો. આજે શાહીબાગ ખાતે પણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1100થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કર્યો હતો. આવો આ અન્નકૂટ ઉત્સવના દર્શન કરીએ

02 November, 2024 03:57 IST |

Read More

બૉલીવુડની આ ગોલ્ડન ફૅમિલીએ નવા ઘરે દિવાળી ઊજવી

બૉલીવુડની આ ગોલ્ડન ફૅમિલીએ નવા ઘરે દિવાળી ઊજવી

રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રાહા ગઈ કાલે પાલી હિલના તેમના નવા ઘરે મૅચિંગ ગોલ્ડન કપડાંમાં દેખાયાં હતાં.

02 November, 2024 12:00 IST |

Read More

મુહૂર્ત ટ્રેડિંગ પહેલા બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં થઈ લક્ષ્મી પૂજા (તસવીરો: આશિષ રાજે)

મુહૂર્ત ટ્રેડિંગ પહેલા બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં લક્ષ્મી પૂજા, જુઓ તસવીરો

દિવાળીમાં લક્ષ્મી પૂજાની પૂર્વસંધ્યાએ મુહૂર્તની બૅલ અને મુહૂર્ત ટ્રેડિંગ પહેલાં બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં લક્ષ્મી પૂજા અને દિવાળીના તહેવારે સ્ટૉક ઍક્સચેન્જ દ્વારા આયોજિત એક કલાકનું પ્રતીકાત્મક ટ્રેડિંગ સત્ર છે, જે નવી શરૂઆતની નિશાની છે. સંવત વર્ષ. આજે 01/11/2024 ના રોજ નવા સંવત 2081 ના પ્રારંભને ચિહ્નિત કરવા માટે રોકાણકારો દ્વારા સમગ્ર બોર્ડમાં ખરીદી પર વિશેષ મુહૂર્ત ટ્રેડિંગના પ્રારંભિક સત્રમાં બેન્ચમાર્ક BSE સેન્સેક્સ લગભગ 448 પોઈન્ટ ઉછળ્યો હતો. (તસવીરો: આશિષ રાજે)

01 November, 2024 09:37 IST |

Read More

દિવાળીમાં સૌથી યુનિક સજાવટ હોય છે રંગોળીની

મળીએ રંગોળીની રાણીઓને

દિવાળીમાં સૌથી યુનિક સજાવટ હોય છે રંગોળીની. કોઈ ફૂલની રંગોળી બનાવે તો કોઈ પાણી નીચે ને કોઈ પાણીની ઉપર. કોઈક એકલાં મોતીની રંગોળી રચે તો કોઈક સ્ટેઇન્ડ ગ્લાસ પર રંગોળી રચે છે. કોઈ આર્ટિફિશ્યલ ફ્લાવર, લેસ અને પોમપોમમાંથી રંગોળી બનાવે છે. કળાત્મક આર્ટપીસ જેવી અને દિલ ખુશ કરી દેતી રંગોળીઓના કલાકારોને આજે મળીએ -રાજુલ ભાનુશાલી અને દર્શિની વશી

01 November, 2024 06:44 IST |

Read More

બૉલિવૂડ સેલેબ્સે પરિવાર સાથે દિવાળી ઉજવી (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડના સલેબ્સે પરંપરાગત રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર દિવાળીની ઉજવણી કરવાની અનેક તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. હાલમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું આ સાથે ગઇકાલે શ્રદ્ધા કપૂરથી લઈએ સારા અલી ખાન અને કરણ જોહરથી લઈને ક્રિકેટર કે એલ રાહુલે પરિવાર સાથે પરંપરાગત દિવાળીની ઉજવણી કરી હતી જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તો ચાલી જોઈએ આ સ્ટાર્સે કેવી રીતે કરી દિવાળીની ઉજવણી. (તસવીર: સોશિયલ મીડિયા)

01 November, 2024 04:49 IST |

Read More

સેલેબ્સે આપી દિવાળીની શુભેચ્છાઓ (તસવીરો/ઈન્સ્ટાગ્રામ)

Diwali 2024: પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા, શાલિની અને અન્યનો જુઓ ટ્રેડિશનલ અવતાર

આખો દેશ દિવાળીની ઉજવણી કરે છે ત્યારે બી-ટાઉન સેલેબ્સ કેવી રીતે પાછળ રહી જાય, બૉલિવૂડ સેલેબ્સ ઉત્સવને ઉજવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા જોનાસ, માધુરી દીક્ષિત નેનેથી લઈને શાલિની પાસી સુધી, જુઓ કેવી રીતે સેલેબ્સ ઉત્સવની સિઝનની શરૂઆત કરવા માટે તેમના બેસ્ટ ટ્રેડિશનલ લૂક્સ કેરી કરે છે, જુઓ તસવીરો

31 October, 2024 09:46 IST |

Read More

નરેન્દ્ર મોદીએ દિવાળી ઉજવી કચ્છના જવાનો સાથે

કચ્છમાં દેશના જવાનોને મીઠાઈ ખવડાવીને પીએમ મોદીએ ઉજવી દિવાળી, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે દિવાળી કચ્છમાં ઉજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની આગલી રાતે ગુજરાત પહોંચ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ મોદી કચ્છ પહોંચ્યા અને જવાનો સાથે દિવાળી ઉજવી.

31 October, 2024 05:10 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર

કેમ છે મુંબઈની દિવાળી ખાસ?

ઘણા મુંબઈકરો એવા છે જેઓ દિવાળીની રજા મળે એટલે મુંબઈની બહાર ફરવા ભાગે, જ્યારે બીજા પ્રકારના મુંબઈકરો એવા છે જેમને દિવાળી તો મુંબઈમાં જ કરવાની એ નક્કી હોય છે. દિવાળીમાં માયાનગરીની ચમક અનેરી હોય છે એની ના નહીં અને જેમણે પોતાની દુનિયા અહીં જ વસાવેલી છે એવા લોકોને દિવાળી જેવા તહેવારમાં મુંબઈ છોડીને જવું ક્યાંથી ગમે? મળીએ એવા ગુજરાતીઓને જેમના માટે દિવાળી તો મુંબઈની જ

31 October, 2024 04:40 IST |

Read More

કૉસ્મિક સાઉન્ડ્સ

કૉસ્મિક સાઉન્ડ્સ: દિવાળીના શુભ પ્રસંગે ડૉ. ઉદયરાજ ગડનીસનું અનોખું કલા પ્રદર્શન

કૉસ્મિક હાર્ટ ગૅલેરી, પ્રોફેસર ડૉ. ઉદયરાજ એ. ગડનીસ અને ધ 8888 કન્સલ્ટન્સીના સહયોગથી, દિવાળી તહેવારની ઉજવણીમાં કલા અને આધ્યાત્મિકતા દ્વારા અલગ રંગ પ્રદાન કરવા માટે `કૉસ્મિક સાઉન્ડ્સ` પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન ગણેશના દૈવી બુદ્ધિ અને નારી શક્તિના સન્માનમાં શરૂ થયેલી આ પ્રદર્શનોની શ્રેણી હવે દિવાળીના ઉજસાળ તહેવારમાં ભવ્ય અંતિમ ચરણે પહોંચ્યું છે, જેમાં બ્રહ્માંડના પવિત્ર ધ્વનિ, બીજ મંત્રોની વિશેષ શ્રધ્ધાંજલિ છે.

29 October, 2024 07:26 IST |

Read More

વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST |

Read More

દિવાળી પહેલા મુંબઈની બજારોમાં લોકોની ભારે ભીડ (તસવીરો: અતુલ કાંબલે)

મુંબઈગરાઓની દિવાળી જોરદાર દાદર માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી, જુઓ તસવીરો

મુંબઈના દાદર માર્કેટમાં તહેવાર પહેલા ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવાળીની ખરીદી કરવા માટે દીવાઓ, કંદિલ અને અન્ય સજાવટની વસ્તુઓના લેવા માટે ઘરની બહાર નીકળ્યા છે. (તસવીરો: અતુલ કાંબલે)

27 October, 2024 07:18 IST |

Read More

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના ઘરે થયું દિવાળી સેલિબ્રેશન (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos સવારે 5 વાગ્યા સુધી ચાલી આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની દિવાળી પાર્ટી

બૉલિવૂડ કપલ આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપે મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના ફ્રેન્ડ્સ માટે એક ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આયુષ્માન અને તાહિરાની આ પાર્ટીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સ્ટાર્સની આ દિવાળી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

26 October, 2024 04:14 IST |

Read More

દિવાળી સ્પેશ્યલ વાનગી

દિવાળી સ્પેશ્યલ વાનગી કઈ છે તમારા ઘરની

આજની પેઢીમાં ઘરે નાસ્તા બનાવવાનું ચલણ વીસરાતું જાય છે ત્યારે મુંબઈમાં કેટલાક એવા ગુજરાતી પરિવારો પણ છે જ્યાં ઘરના નાસ્તાને જ પ્રાધાન્ય અપાય છે. એમાંય તેમના પરિવારમાં પેઢીઓથી અમુક ખાસ વાનગી દિવાળી નિમિત્તે બને. આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલી દિવાળી માટે એ સ્પેશ્યલ નાસ્તાની તૈયારીમાં લાગેલા આ પરિવારોની ખાસ પરંપરા વિશે જાણીએ આજે મઠિયા, ચોળાફળી અને ઘૂઘરા જેવા પરંપરાગત નાસ્તા હવેની યંગ જનરેશનને બનાવતાં ફાવતા જ નથી. છેલ્લાં થોડાંક વર્ષોમાં નાસ્તા કાં તો રેડીમેડ લેવાનું કાં તો ઑર્ડર આપીને બનાવી લેવાનું ચલણ વધી ગયું છે ત્યારે દિવાળીના આ દિવસોમાં દાદીઓ અને મમ્મીઓ પાસેથી જાણીએ મોહનથાળ  કે મઠિયા અને ચોળાફળી બેસ્ટ બનાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ. તેમ જ દરેક પરિવારની કોઈ એક સ્પેશ્યલ આઇટમ હોય જ અને દર વર્ષે બને જ બને. એવું થાય કે એ જે-તે સગાંસંબંધીઓની પણ ફેવરિટ હોય અને એ લોકો ખાસ આ આઇટમ ખાવા જ આવે. એવા લોકો અને એવી હટકે આઇટમો વિશે પણ જાણીએ.

25 October, 2024 08:29 IST |

Read More

પૂજા સાંગાણી, હર્ષિતા કાકવાણી અને તેમની હેલ્ધી રેસિપીઝની તસવીરોનો કૉલાજ

જ્યાફત: વિદર્ભનાં શેફ હર્ષિતા કાકવાણીની હેલ્ધી ફોરેસ્ટ રેસિપીઝ છે જાણવા જેવી

દરેક મહિલામાં એક શેફ છુપાયેલી જ હોય છે, જે બાળપણથી જ માતા, દાદી, નાની અને માસી પાસેથી રસોઈની કળાઓ શીખે છે. ઇન્દોરના સિંધી પરિવારમાં જન્મેલા હર્ષિતા કાકવાણી હાલ નાગપુર નજીક રહે છે. તેમના નાગપુર સાથેના પારિવારિક જોડાણોને કારણે, નાનપણથી જ તેમને ખાદ્ય સંસ્કારોની પ્રેરણા મળી છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના પિતા દ્વારા લાવવામાં આવતી ઇન્ટરનેશનલ ચોકલેટને ચેલેન્જ કરતાં માતા સાથે મળીને તેમને ચોકલેટ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. ફૂડની પ્રતિભા અને કુટુંબના ફૂડ બેકગ્રાઉન્ડને કારણે, હર્ષિતાએ ઇન્દોરમાંથી બી.બી.એ અને લંડનથી માર્કેટિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ મધ્ય ભારતમાં પ્રથમ સોશ્યલ મીડિયા એજન્સીની સ્થાપના પછી, તેમને 10 વર્ષ પેંચ ટાઇગર રિઝર્વમાં વસવાટ કર્યો અને વન્ય સામગ્રીનો ઉપયોગ કરી અનેક વાનગીઓ શીખી અને આજે 20 વર્ષનાં ફૂડ ઉદ્યોગનાં વિશાળ અનુભવ સાથે તેઓ પોતાની બ્રાન્ડ `પ્રાણા ફૂડ્સ` હેઠળ વન્ય સામગ્રીથી તૈયાર કરેલા બેક્ડ ગુડ્સ વેચે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

25 October, 2024 06:27 IST |

Read More

ફાલ્ગુની શેઠ સાથે યોગવાલી સાફસફાઈ  (તસવીરો: અનુરાગ અહિરે)

આ દિવાળીએ કરીએ યોગવાલી સાફસફાઈ

યોગ એ માત્ર આસન નથી, આપણી જીવનશૈલી છે અને એટલે જ જીવનની દરેક ક્ષણમાં યોગને સામેલ કરી શકાય. દિવાળી હવે હાથવેંતમાં છે ત્યારે દિવાળીની સાફસફાઈ તેમ જ સામાન્ય દિવસોમાં પણ ઘરનાં કામકાજ કરતી વખતે જે પ્રકારની શારીરિક મૂવમેન્ટ થાય છે એની સાથે શ્વસન જોડીને કઈ રીતે એને યોગાભ્યાસમાં કન્વર્ટ કરી શકાય એની તસવીરી તાલીમ મેળવીએ મુલુંડનાં અનુભવી યોગ-શિક્ષક ફાલ્ગુની શેઠ પાસેથી આ વાત ખાસ યાદ રાખજો તમે ક્યારેય યોગાભ્યાસ ન કરતા હો અને અચાનક દિવાળી નિમિત્તે સફાઈ સાથે યોગને ઝનૂન સાથે જોડી દેશો તો ઊલમાંથી ચૂલમાં પડવાની સંભાવના છે એમ જણાવીને બે દાયકાથી યોગશિક્ષક તરીકે પ્રૅક્ટિસ કરતાં મુલુંડનાં ફાલ્ગુની શેઠ કહે છે, ‘આગળ, પાછળ, સાઇડ અને ટ્વિસ્ટવાળી પાંચ પ્રકારની કરોડરજ્જુની મૂવમેન્ટનું યોગમાં અદકેરું મહત્ત્વ છે. સ્પાઇન બરાબર કામ કરશે તો ઓવરઑલ હેલ્થ સારી રહેશે અને રૂટીન ઍક્ટિવિટીમાં પણ સ્પાઇનની આ મૂવમેન્ટ પર જ ફોકસ કરવાનું હોય છે. જોકે જ્યારે શરીરને યોગનો તજુરબો ન હોય ત્યારે અચાનક તમે આસનની દૃષ્ટિએ અમુક અવસ્થામાં લાંબો સમય રહો તો સ્નાયુઓમાં રહેલી સ્ટિફનેસથી દુખાવો થઈ શકે છે. અચાનક કોઈક મસલ્સ ખેંચાઈ જાય અથવા ઇન્જરી થઈ જાય એવી સંભાવના રહે છે. એટલે આડેધડ આ ફોટો જોઈને આસન સાથે કામને ક્લબ કરવાની ભૂલ ન કરવી. અનુભવી શિક્ષક પાસે ટ્રેઇનિંગ લીધા પછી જ આ પ્રકારના પ્રયોગ કરી શકાય.’

24 October, 2024 04:59 IST |

Read More

એપીએમસીમાં ઉજવાયેલ મહોત્સવની તસવીરોનો કૉલાજ

નવી મુંબઈ એપીએમસી દાણા બજારમાં ઉજવાયો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યા રામ મંદિરમાં આજે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો હોવાથી આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. આની સાથે જ દેશ આખામાં આજે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં મુંબઈની દાણા બજાર જેને અનાજનું હબ માનવામાં આવે છે તેવી નવી મુંબઈની એપીએમસી દાણા માર્કેટમાં નીલકંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું તેમ જ આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

22 January, 2024 09:40 IST |

Read More

સનશાઇન કિટીની ‘દિવાળી થીમ’ કિટી પાર્ટી

Kitty Vibes : દિવાળીનો ઝગમગાટ છલકાયો આ કિટી ગ્રુપની પાર્ટીમાં

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ દહિસર-બોરીવલીની મહિલઓની ‘સનશાઇન કિટી’ કિટી પાર્ટીની દિવાળી થીમ કિટીનો ઝગમગાટ. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

18 November, 2023 11:00 IST |

Read More

દિવાળીના નાસ્તા - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ સંયુક્ત કુટુંબની દિવાળી એટલે ઘરે બનતી પરંપરાગત વાનગીઓની મિજબાની

દિવાળીનો તહેવાર ક્યારેય એકલો નથી આવતો, તે તેની યાદો અને ખુશીઓ લઈને આવે છે. આજે ટેકનોલોજીના યુગમાં લોકો ભૂતકાળની ઘણી બધી દિવાળીમાં ઉજવાતી પરંપરાઓ ભૂલી રહ્યા છે. જેમકે બેસતાં વર્ષની સવારે સબરસ તરીકે મીઠાની સાથે દહીં અને કંકુ આપવામા આવતું જેથી આવનારા વર્ષમાં લોકોને જીવનમાં બધાં રસ મળી રહે. જો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે પરંતુ મહત્વની વાત એ છે આ પરંપરા ક્યાંક સાવ ભુલાઇ ન જાય તે માટે ઘણા એવા પરિવારો છે જેમણે પૌરાણિક પરંપરાઓ આજે પણ યથાવત રાખી છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)  

17 November, 2023 01:20 IST |

Read More

મુંબઈકરની વિવિધ સુંદર રંગોળીઓ

Diwali 2023: માત્ર રંગ નહીં, હ્રદયના ઉમંગ સાથે પાડેલી રંગોળીઓ, જુઓ તસવીરો

Diwali 2023: દિવાળીનો પર્વ સમગ્ર મુંબઈમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. રોશનીથી દિવાળીને વધવતાં કંદિલ તો ભાત-ભાતની રંગોળીઓ આ તહેવારના ઉત્સાહમાં વધારો કરે છે. રંગોળી એ માત્ર રંગોનું આલેખન જ નથી, પણ એ તો દરેક આર્ટિસ્ટની લાગણીઓનું પ્રતિબિંબ હોય છે. જેમાં પર્વનો ઉમંગ જુદી જ ભાત લઈને ઉપસી આવે છે. મુંબઈની અનેક સોસાયટીમાં આવી જ સુંદર રંગોળી કરવામાં આવી હતી. આવો, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર મુંબઈકરની સુંદર રંગોળીઓ માણીએ.

15 November, 2023 04:58 IST |

Read More

BAPS સ્વામિનારાયણ મંદિર, દાદર ખાતે `અન્નકૂટ ઉત્સવ`

Diwali 2023: 1008થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરવાયો ભગવાન સ્વામિનારાયણને, જુઓ તસવીરો

Diwali 2023: બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના દાદર ખાતે આવેલ મંદિરમાં ભવ્યતાથી અન્નકૂટનો ઉત્સવ યોજાઇ ગયો. દર વર્ષે દિવાળીના સમયે અન્નકૂટનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ ૧૦૦૮થી વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.

14 November, 2023 03:48 IST |

Read More

તસવીરો: રાજેશ શાહ

Diwali 2023: વર્ષોથી દિવાળીની પ્રથા જાળવી રાખી છે દહિસરમાં રહેતા ગુજરાતી પરિવારે

દિવાળી હોય કે અન્ય કોઈપણ તહેવાર, આપણા વિવિધતાસભર દેશમાં ઉત્સવની ઉજવણી પાછળનું મૂળ કારણ એક જ છે કે પરિવાર અને લોકો (સમાજ) સાથે આવી વાતચીત કરે, સુખ-દુ:ખ વહેંચે અને વિચારોની આપ-લે કરે. જોકે, મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરમાં જ્યાં માઇક્રો ફેમિલીનો વિચાર પ્રબળ થયો છે, ત્યારે દહિસરમાં રહેતો એક ગુજરાતી પરિવાર એવો છે, જેણે વર્ષો જૂની દિવાળીની પ્રથા જાળવી રાખી છે.

14 November, 2023 01:36 IST |

Read More

બૉલિવૂડ કપલ

કપલ્સવાલી દિવાલી

બૉલીવુડની સેલિબ્રિટીએ દિવાળી સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા છે. જોકે કેટલાંક કપલ્સ દ્વારા શૅર કરવામાં આવેલા ફોટો ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બૉલીવુડનાં ઘણાં કપલ્સે હાલમાં જ લગ્ન કર્યાં છે તો કેટલાંકનાં લગ્નને થોડાં જ વર્ષ થયાં છે. આ કપલ્સમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ, વિકી કૌશલ-કૅટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, પરિણીતી ચોપડા-રાઘવ ચઢ્ઢા અને શાહિદ કપૂર-મીરા રાજપૂતનો સમાવેશ થાય છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

14 November, 2023 01:27 IST |

Read More

ઇનર વ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે દિવાળીની ઉજવણી

Diwali 2023: અનેકોના ચહેરા પર સ્મિત લાવીને ખરી દીપાવલી ઊજવી મુંબઈની આ સંસ્થાએ

ઇનર વીલ ક્લબ ઓફ બૉમ્બે એરપોર્ટ ટિયારાના મેમ્બરોએ આ વર્ષે જરૂરિયાતમંદ લોકોની જરૂર પૂરી કરીને દિવાળી ઊજવી હતી. જરૂરિયાતમંદ લોકોને કપડાં, નાસ્તાના પેકેટ આપીને ખરા અર્થમાં દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સંસ્થાના પ્રેસિડન્ટ અલ્પા અપૂર્વ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતે વાતો શૅર કરી હતી.

13 November, 2023 03:13 IST |

Read More

BAPS સ્વામિનારાયણ મંદિર, દાદર ખાતે `ચોપડા પૂજન`

Diwali 2023: દાદરનાં સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યતાથી થયું `ચોપડા પૂજન`

દિવાળી દરમિયાન ચોપડા પૂજનનું ખાસ મહત્વ રહેલું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મુંબઈના દાદર સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભક્તો જોડાયા હતા.

13 November, 2023 11:21 IST |

Read More

અર્પિતા ખાનની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ (તમામ તસવીરો : યોગેન શાહ)

Diwali 2023: અર્પિતા ખાનની પાર્ટીમાં શાહરૂખ, સલમાન સહિતના સેલેબ્સનો રોયલ અંદાજ!

Diwali 2023: અર્પિતા ખાને ગઈકાલે રાત્રે તેના મુંબઈના ઘરે દિવાળી 2023ની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. શાહરૂખ ખાન સહિત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઓએ આ ઉજવણીમાં હાજરી આપી હતી. દિવાળીની ઉજવણી કરવા માટે પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યાં હતા. (તમામ તસવીરો : યોગેન શાહ)

13 November, 2023 10:29 IST |

Read More

ઢોલ-તાસાના તાલે નાચી-કૂદીને દિવાળીની ઉજવણી

ઢોલ-તાસાના તાલે નાચી-કૂદીને દિવાળીની ઉજવણી

દેશના ખૂણે ખૂણે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી થઈ રહી છે. રંગોળી, સજાવટ અને દીવડાં દ્વારા લોકો હોંશે હોંશે તહેવારને ઉજવી રહ્યાં છે. મુંબઈમાં પણ લોકોએ દિવાળીની ધામધુમથી ઉજવણી કરી હતી. 

13 November, 2023 10:25 IST |

Read More

તસવીરો: સ્વામિનારાયણ મંદિર

Diwali: સ્વામિનારાયણ મંદિરમાં ૪૨૦૦ કરતાં વધુ ભક્તોએ ઉત્સાહભેર કર્યું ચોપડા પૂજન

મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દીપોત્સવી પર્વની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે.

12 November, 2023 09:22 IST |

Read More

બૉલિવૂડ પરિવારોએ સાથે કરી દિવાળીની ઉજવણી

Photos: કપૂરથી લઈને દત્ત – બૉલિવૂડના પરિવારોએ સાથે કરી દિવાળીની ઉજવણી

કરીના કપૂરે તેના પરિવાર માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પરિણીત યુગલ તરીકે પહેલીવાર તહેવારની ઉજવણી કરી હતી. જુઓ બૉલિવૂડના પરિવારોએ કરેલી ઉજવણીની તસવીરો. (તમામ તસવીરો: ઈન્સ્ટાગ્રામ)  

12 November, 2023 05:10 IST |

Read More

એકતા કપૂરની પાર્ટીમાં ભૂમી પેડણેકર અને ક્રિતી સેનન

Diwali 2023: એકતા કપૂરની સ્ટારસ્ટડેડ ગ્લૅમરસ પાર્ટી

એકતા કપૂરની દિવાલી પાર્ટી બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સથી દીપી ઊઠી હતી. એ પાર્ટીમાં હાજર રહીને સ્ટાર્સે પોતાનો સ્વૅગ દેખાડ્યો હતો.

12 November, 2023 04:56 IST |

Read More

સમગ્ર ભારતમાં દિવાળીની ઉજવણી (તસવીરો: પીટીઆઈ)

Diwali 2023: દેશના જુદા-જુદા પ્રાંતોમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

દેશભરના નાગરિકોએ 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળી દર વર્ષે કારતક મહિનાની અમાસે ઊજવવામાં આવે છે. જુઓ તસવીરો...

12 November, 2023 04:28 IST |

Read More

સેલેબ્સના જીવનનું લાઇટ-હાઉસ વિશે જાણો

તમારા જીવનનું લાઇટ-હાઉસ?

કોઈ ગુફામાં કરોડો વર્ષોથી વ્યાપેલો અંધકાર દૂર કરવામાં કેટલો સમય લાગે? એક નાનકડો દીવો પ્રગટાવો એટલો જ. બરાબરને? આ જ તો દીવાની તાકાત છે.  અજવાશ સામે અંધારાની આવરદાની કોઈ ગણતરી નથી. દિવાળી એ આ અજવાશની ઉજવણીનો ઉત્સવ છે. જીવન પણ આ દીવારૂપી ક્ષણોનું સંમેલન છે. એવી ઘણી ઘટનાઓ, વ્યક્તિઓ, પુસ્તકો અથવા તો ફિલ્મો મળી જતી હોય છે જે દીવાનું કામ કરીને આપણને રાહ ચીંધવાનું કામ કરી જાય છે. જેને તમે યુરેકા મોમેન્ટ અથવા તો આત્મજ્ઞાનની ક્ષણ કહી શકો જે તમારા જીવન માટે અથવા તો તમારા વ્યક્તિત્વમાં કોઈક પૉઝિટિવ બદલાવ બનીને આવી હોય. જેને તમે તમારા જીવનનું લાઇટહાઉસ કહી શકો. ‘મિડ-ડે’નાં રુચિતા શાહે કેટલીક જાણીતી હસ્તીઓ સાથે વાત કરી અને તેમના જીવનનું લાઇટ-હાઉસ શું છે અને કઈ રીતે એ ક્ષણ, ઘટના, પુસ્તક, વ્યક્તિ કે ફિલ્મે તેમને કાયમ માટે અજવાળી દીધા એની રસપ્રદ વાતો પ્રસ્તુત છે...

12 November, 2023 04:19 IST |

Read More

અમ્રિતપાલ સિંહ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ

ફિલ્મમેકર અમ્રિતપાલની દિવાળીની પાર્ટીમાં છવાઈ ગયાં સેલિબ્રિટીઝ

ફિલ્મમેકર અમ્રિતપાલ સિંહ બિન્દ્રાએ દિવાળી નિમિત્તે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટિઝ આવ્યાં હતા. જુઓ તસવીરો

12 November, 2023 03:39 IST |

Read More

ડોમ્બિવલીમાં લોકોએ પરંપરાગત રીતે દિવાળીના પ્રથમ પરોઢની ઉજવણી કરી હતી. (તસવીર સૌજન્ય : સતેજ શિંદે)

Diwali 2023: ડોમ્બિવલીમાં લોકોએ દિવાળીના પહેલાં પરોઢની કરી શાનદાર ઉજવણી

આજે દિપાવલીના પ્રથમ દિવસે ડોમ્બિવલીના રહેવાસીઓએ દિવાળીના પહેલાં પરોઢ માટે ફડકે રોડ પર ભેગા થઈને પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. (તમામ તસવીરો : સતેજ શિંદે)

12 November, 2023 12:54 IST |

Read More

દીપોત્સવ દરમ્યાન ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સના સર્ટિફિકેટને રજૂ કરી રહેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની સાથે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ.

દિવાળીએ ૨૨.૨૩ લાખ દીવડા પ્રગટાવવાનો થયો વર્લ્ડ રેકૉર્ડ

અયોધ્યામાં ગઈ કાલે દિવ્ય અને રામમય માહોલમાં સાતમા દીપોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સરયુ નદીના કિનારે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવડા પ્રગટાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચાયો હતો. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ ૬.૪૭ લાખ દીવડા પ્રગટાવાયા હતા. એ દીવડા ૨૫,૦૦૦ સ્વયંસેવકોએ પ્રગટાવ્યા હતા. દીવડાની ગણતરી કરવા માટે આઠ ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રીરામમંદિરના ગર્ભગૃહમાં પહેલો દીવડો પ્રગટાવીને આ દીપોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના ચરિત્રને રજૂ કરતા ૧૮ શાનદાર ટૅબ્લો ધરાવતા દીપોત્સવ શોભાયાત્રા થઈ હતી. લેઝર શો બાદ ૨૩ મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી હતી. અહીં ૮૪ લાખ રૂપિયાની કિંમતના ગ્રીન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભગવાન શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણ ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યામાં પાછાં ફર્યાં હતાં એની ઉજવણી કરવા માટેની શોભાયાત્રા દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ ભગવાન શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણનો વેશ ધારણ કરનારા આર્ટિસ્ટ્સને લઈને જતા રથને ખેંચવામાં સામેલ થયાં હતાં. આ આર્ટિસ્ટ્સ પર હેલિકૉપ્ટરમાંથી ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. 

12 November, 2023 12:48 IST |

Read More

શિલ્પા શેટ્ટી દિવાળી પાર્ટી (તમામ તસવીર: યોગેન શાહ)

Diwali 2023: શિલ્પા શેટ્ટીએ આપી દિવાળી પાર્ટી, ક્રિતી સૅનનથી લઈ અનિલ કપૂર હાજર

Diwali 2023: દર વર્ષની જેમ ગઈકાલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. (તમામ તસવીર: યોગેન શાહ)

12 November, 2023 10:53 IST |

Read More

અયોધ્યામાં રામ કી પોરી ખાતે સાતમા `દીપોત્સવ`ની ઉજવણી માટે પેટર્નમાં માટીના દીવાઓ ગોઠવવામાં આવી રહ્યા છે. તસવીરો: પીટીઆઈ

Photos: અયોધ્યામાં રામ મંદિર ખાતે દિવાળીની અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ

દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તૈયારી કરવામાં આવી રહી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટેના સોનાનો ઢોળ ચડાવેલા દરવાજને ઉપાડતી વખતે કામદારો `જય શ્રી રામ` ના નારા લગાવતા જોવા મળ્યા હતા, જ્યાં જાન્યુઆરીમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની સ્થાપન કરવામાં આવશે. તસવીરો: પીટીઆઈ

10 November, 2023 09:01 IST |

Read More

દક્ષિણ મુંબઈમાં ફટાકડા ખરીદવા જામી ભીડ (તસવીર: અતુલ કાંબલે)

Photos: દિવાળી પહેલાં ફટાકડા લેવા મુંબઈગરાએ કરી પડાપડી

દિવાળીનો તહેવાર શરૂ થવાના થોડા દિવસો પહેલા જ મુંબઈગરા દક્ષિણ મુંબઈની દુકાનોમાંથી ફટાકડા ખરીદીને તહેવારની તૈયારીઓ કરે છે. સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર પ્રકાશના તહેવાર તરીકે ઊજવવામાં આવે છે, જે લોકોના જીવનમાં ખુશીઓ લાવે છે. (તસવીર: અતુલ કાંબલે)

08 November, 2023 03:21 IST |

Read More

દિવાળીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આ દિવાળીએ અક્ષમ લોકોની ક્ષમતાને આપીએ એક તક

ઑટિઝમ અને ડાઉન્સ સિન્ડ્રૉમ ધરાવતાં બાળકો કે વયસ્કોને આજીવિકા રળવી અઘરી પડતી હોય છે. છતાં તેમના પ્રયાસો પૂરા હોય ત્યારે સમાજ તરીકે આપણે આપીએ તેમનો સાથ. આ દિવાળીએ તેમણે બનાવેલાં દીવડા, કૅન્ડલ્સ, તોરણો, ચૉકલેટ્સ અને બીજી સુશોભનની વસ્તુઓ ખરીદીને આપણે આપણી જ નહીં; તેમની પણ દિવાળીમાં વધુ પ્રકાશ ભરી શકીએ છીએ

04 November, 2023 08:14 IST |

Read More

યશ સોનીએ બૉલિવૂડ સ્ટાર્સ સાથે કરી દિવાળીની ઉજવણી

અભિનેતા યશ સોનીએ બૉલિવૂડ સ્ટાર્સ સાથે કરી દિવાળીની ઉજવણી, જુઓ તસવીર

કોરોના બાદ આ વર્ષે દિવાળી(Diwali)નો તહેવાર લોકોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સે પણ ધામધુમથી દિવાળી ઉજવી હતી. પરંતુ તાજેતરમાં આવેલી ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે` અભિનેતા યશ સોની(Yash Soni)ની દિવાળી આ વખતે કંઈક વધારે જ ખાસ રહી છે. આ વખતે અભિનેતા યશ સોનીએ દિવાળીની ઉજવણી બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કરી હતી. જાણો બૉલિવૂડના કયા સ્ટાર્સ સાથે યશ સોનીએ ઉજવી દિવાળી. 

01 November, 2022 05:37 IST |

Read More

નિક જોનસ, માલતી મેરી અને મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

દીકરી માલતી મેરી સાથે પ્રિયંકા ચોપરા જોનસે ઊજવી પ્રથમ દિવાળી, જુઓ તસવીરો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસે (Priyanka Chopra Jonas) તેના પતિ નિક જોનસ (Nick Jonas) અને પુત્રી માલતી મેરી (Malti Marie) સાથે દિવાળીની ઉજવણી કરી હતી. બુધવારે, પ્રિયંકાએ ઉજવણીની ઝલક શેર કરી હતી. આ તેમની પુત્રી માલતી મેરીની પ્રથમ દિવાળી છે. (તમામ તસવીરો/પ્રિયંકાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

26 October, 2022 04:47 IST |

Read More

સોનમ કપૂર આહુજાની દિવાળી પાર્ટીમાં સેલેબ્ઝ

હેપ્પી દિવાળી : સોનમ કપૂરની પાર્ટીમાં કઝિન્સે મચાવી ધૂમ

છેલ્લા કેટલાક દિવસોથી બૉલિવૂડ સેલેબ્ઝ દિવાળી પાર્ટીમાં વ્યસ્ત છે. આવી જ એક દિવાળી પાર્ટી સોનમ કપૂર આહુજાએ આપી હતી. અભિનેત્રીની પાર્ટીમાં કઝિન્સ અને બૉલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યા હતા. જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીરો : પલ્લવ પાલિવાલ, યોગેન શાહ)

26 October, 2022 04:00 IST |

Read More

દિવાળી પાર્ટીમાં સેલેબ્ઝ

Happy Diwali : અમિતાભ બચ્ચને હૉસ્ટ કરી દિવાળી પાર્ટી, જુઓ તસવીરો

સોમવારે સાંજે બૉલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને તેમના ઘરે દિવાળી પાર્ટી હૉસ્ટ કરી હતી. આવો જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીર સૌજન્ય : યોગેન શાહ)

26 October, 2022 02:44 IST |

Read More

સ્પોર્ટ્સ સેલેબ્ઝની દિવાળી

સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝનાં દિવાળી સેલિબ્રેશન અને નવા વર્ષની શુભેચ્છા

કોરોનાની મહામારીને લીધે આખા સ્પોર્ટ્સ વિશ્વએ પણ કોઈ ને કોઈ રીતે લૉકડાઉનનો સામનો કરવો પડ્યો અને એ બે વર્ષના કપરા કાળ બાદ બધાએ અગાઉનાં વર્ષોની જેમ પરિવાર સાથે ભરપૂર આનંદથી દિવાળી ઊજવી અને સોશ્યલ મીડિયા પર કરોડો ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી. (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

26 October, 2022 12:58 IST |

Read More

હેમંત ચૌહાણ (ડાબી બાજુ) અને શાહબુદ્દીન રાઠોડ

પ્રાચીન દિવાળીની રસપ્રદ વાતો:ઓળિપો, કેળના પાનની કપડામાં ભળતી સુગંધ અને `રામ રામ`

દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય, દિવાળી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ. હર્ષ, આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. જો કે સમય જતા હિન્દુ સનાતન ધર્મના સૌથી મોટા અને પવિત્ર તહેવારને ઉજવવાની રીત પણ બદલાઈ છે. ગામડાંમાં ખેતીમાં મગફળીની મૌસમ પડે અને દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થાય તો શહેરોમાં બિલ્ડિંગ, રસ્તાઓ અને ઘરોમાં રોશનીની સજાવટ સાથે દિવાળીનો આરંભ થાય. 

26 October, 2022 08:00 IST |

Read More

દિવાળી પાર્ટીમાં સેલેબ્ઝ

Happy Diwali : આજ કી પાર્ટી ટી-સિરીઝ કી તરફસે

ટી-સિરીઝના કિશન કુમાર દ્વારા રવિવારે મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સેલેબ્ઝે ખૂબ જ ખુશી સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આવો જોઈએ આ પાર્ટીની તસવીરો… (તસવીર સૌજન્ય : પલ્લવ પાલીવાલ, યોગેન શાહ)

25 October, 2022 02:40 IST |

Read More

પાર્ટીની તસવીરો વૈશાલ શાહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

પ્રોડ્યુસર વૈશાલ શાહની દિવાળી પાર્ટીમાં ઢોલીવૂડ સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

છેલ્લો દિવસ, કરસનદાસ પે ઍન્ડ યુઝ, શું થયું? અને ફક્ત મહિલાઓ માટે જેવી મનોરંજક ગુજરાતી ફિલ્મોના નિર્માતા વૈશાલ શાહે (Vaishal Shah) અમદાવાદ ખાતે ગઇકાલે એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં યશ સોની, રોનક કામદાર, મિત્ર ગઢવી, જાનકી બોડીવાલા, તર્જની ભાડલા સહિત અન્ય ઢોલીવૂડ સેલેબ્સ હજાર રહ્યાં હતાં. 

24 October, 2022 09:57 IST |

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા. તસવીર/પીટીઆઈ

પીએમ મોદીએ કારગીલમાં સેનાના જવાનો સાથે ઉજવ્યો દીપોત્સવ, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જવાનો સાથે દિવાળી ઉજવવા કારગીલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે “ભારતે ક્યારેય યુદ્ધને પ્રથમ વિકલ્પ નથી માન્યો નથી, પરંતુ જો કોઈ દેશ પર ખરાબ નજર નાખશે તો સશસ્ત્ર દળો જડબાતોડ જવાબ આપશે. (તસવીરો/પીટીઆઈ)

24 October, 2022 05:40 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર- સૌજન્ય : આઇસ્ટૉક

Diwali 2022: સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓનો લેવો છે લ્હાવો? તો બનાવો આ રેસિપીઝ

ભારતીય તહેવારોની એક વાત ખાસ એ હોય છે કે અહીં બનતા પકવાન તહેવારની તૈયારીઓ ઘરના રસોડામાંથી આવતી સુંગધથી જ થઈ જાય છે. તહેવારના અવસરે જુદાં જુદાં પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. લોકો દીવાળીમાં મીઠાઈ પણ ઘરે જ બનાવે છે. દીવાળી આમ તો પાંચ દિવસનો તહેવાર માનવામાં આવે છે પણ જ્યારે નાસ્તા અને ફરસાણ તેમજ બપોર-સાંજનું ભોજન બનાવવાનું આવે ત્યારે ખરેખર શેફ પણ વિચારમાં પડી જાય કે તબિયતની સાથે તહેવારનો આનંદ કેવી સાચવવો. એકની એક જૂની વાનગીઓ બનાવીને કંટાળ્યા છો તો અહીં જુઓ દીવાળીના અવસરે કેટલીક નવી રેસિપીઝ...

23 October, 2022 04:49 IST |

Read More

મુંબઈના દાદરમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. તસવીરો/અતુલ કાંબલે

દિવાળીની ખરીદી માટે મુંબઈના બજારોમાં ઊમટી પડ્યું માનવ મહેરામણ, જુઓ તસવીરો

પ્રકાશનો તહેવાર - દિવાળી (Diwali 2022) આજથી શરૂ થઈ ગયો છે. દીપોત્સવની ઉજવણી માટે મુંબઈના બજારોમાં કપડાં, મીઠાઈઓ, લાઇટ્સ, ફટાકડા, ફૂલો અને ભેટોની ખરીદી માટે દુકાનો અને રસ્તા પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તસવીરો/અતુલ કાંબલે

22 October, 2022 08:01 IST |

Read More

તમામ તસવીરોઃ યોગેન શાહ

કરિશ્મા તન્નાની ભવ્ય દિવાળી પાર્ટીમાં ચમક્યા મનોરંજન જગતના સિતારાઓ, જુઓ તસવીરો

કરિશ્મા તન્ના (Karishma Tanna) તેના સપનાંનું જીવન જીવી રહી છે. શોબિઝમાં અભિનેત્રી તરીકે પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ, તે ઘણી સિરિયલો અને શોનો ભાગ બની છે. કરિશ્માએ આ વર્ષની શરૂઆતમાં વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા. કરિશ્મા તન્નાએ આ વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સેલેબ્સ હાજર હતા. જુઓ તસવીરો.

22 October, 2022 04:18 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK