આ લેખ વાંચીને તમારા વિકેન્ડનો પ્લાન તૈયાર કરો
પ્રતીકાત્મક તસવીર
આજે શું કરશો?
ક ઔર રુહાની શામ
લેજન્ડરી સિંગર્સ મુકેશ અને મહેન્દ્ર કપૂરનાં સંવેદનાઓથી ભરપૂર
ગીતોથી એક સાંજને માણવાનો ફરી એક વાર મોકો મળી રહ્યો છે. વીતેલા જમાનાના દિલને સ્પર્શી જાય એવા આ બન્ને ગાયકોનાં ગીતોને જીવંત કરશે મોહિત શાસ્ત્રી, મુક્તર શાહ, વૈભવ વશિષ્ઠ, ગુલ સક્સેના અને
વિનાયક શિંદે.
ક્યારે? : ૨૫ ફેબ્રુઆરી
સમયઃ રાતે ૮.૪૫
ક્યાં? : દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, વિલે પાર્લે
કિંમતઃ ૨૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow
ADVERTISEMENT
ટોટે બૅગ પેઇન્ટિંગ - થેરપી વર્કશૉપ
દેસી આર્ટ સ્ટુડિયો દ્વારા પેઇન્ટિંગ થેરપી વર્કશૉપ યોજાઈ છે જેમાં તમે કૉટનની બૅગ પર યુનિક કલ્પનાઓને પેઇન્ટ દ્વારા સાકાર કરી શકો છો. આ અનુભવ તમને મેડિટેશન જેવી શાંતિ આપે એવો હશે. બે કલાકની આ વર્કશૉપમાં બેસિક પેઇન્ટિંગ ટેક્નિક્સ, કલર મિક્સિંગ અને ટોટે બૅગ પર લાંબું ટકે એવું પેઇન્ટિંગ કઈ રીતે કરવું એ શીખવવામાં આવશે. તમે તૈયાર કરેલો પીસ ઘરે લઈ જઈ શકશો.
ક્યારે? : ૨૫ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૫થી ૭
ક્યાં? : પોકો લોકો ટાઉન, ગામદેવી
કિંમતઃ ૧૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ allevents.in
નેક્સ્ટ વીકમાં શું કરશો?
નૅચરલ પ્રોડક્ટ્સ એક્સ્પો
વિશ્વભરમાંથી નૅચરલ પ્રોડક્ટ્સનો મેળાવડો આ વખતે સાઉથ મુંબઈમાં એક જગ્યાએ મળવાનો છે. આ વખતે થાઇલૅન્ડ સાથેની પાર્ટનરશિપમાં આ એક્સ્પો થઈ રહ્યો છે એટલે મુખ્યત્વે થાઇલૅન્ડ, પોલૅન્ડ, અમેરિકા, રશિયા, શ્રીલંકા અને અન્ય દેશોની કુદરતી દેણ હોય એવી ચીજો જે સામાન્ય રીતે મુંબઈમાં મળતી નથી એ પણ આ એક્ઝિબિશનમાં મળશે.
ક્યારે? : ૨૯ ફેબ્રુઆરીથી બીજી માર્ચ
ક્યાં?: વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ફોર્ટ
સમયઃ ૧૧થી ૭
શિવ તત્ત્વ કા રહસ્ય : શ્રી શ્રી રવિશંકર
આર્ટ ઑફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ‘શિવ તત્ત્વ કા રહસ્ય’ પ્રવચન હિન્દીમાં લાઇવ થવાનું છે. પ્રવચન બાદ નકુલ ધવન દ્વારા સવાલ-જવાબનું સેશન પણ થશે. શિવજીએ કહેલાં રહસ્યો મહાશિવરાત્રિ પહેલાં શિવજીને સમજવામાં મદદરૂપ થશે.
ક્યારે? : ૧થી ૭ માર્ચ
સમયઃ રાતે ૯
ક્યાં? : ઑનલાઇન
ગુજરાતી લોકરંગ - હેમંત ચૌહાણ
ગુજરાતી લોકગીતો અને ભજનોના સુપરસ્ટાર એવા પદ્મશ્રી હેમંત ચૌહાણના મેલડિયસ સૂરમાં
ગુજરાતી લોકરંગ જમાવવાનો સરસ અવસર છે. પરંપરાગત લોકગીતો, ગરબા, ભજન સાથે ભક્તિનો
રંગ પણ એમાં ભળશે. ગુજરાતી લોકસંગીતની સંસ્કૃતિને મુંબઈના બેસ્ટ સ્ટુડિયોઝમાં બેસીને માણવાનો આ
મસ્ત મોકો છે.
ક્યારે? : ૧ માર્ચ
સમયઃ રાતે ૮
ક્યાં? : સ્ટુડિયો થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર
કિંમતઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ nmacc.com
ઇલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ એક્ઝિબિશન
ઇલેક્ટ્રિકલ કૉન્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર દ્વારા ECAMEX - ૨૦૨૪નું આયોજન થયું છે જેમાં કસ્ટમર્સને ઇલેક્ટ્રિકલ સેફ્ટી બાબતે જાગૃત કરવામાં આવશે. ઇલેક્ટ્રિકલ કેબલ્સ માટે જાણીતી કંપનીઓ, પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પાવર રિલેટેડ સંસ્થાઓ ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે શું થઈ શકે, ઇલેક્ટ્રિસિટીને લગતા અકસ્માતો રોકી શકાય એ માટે શું થઈ શકે એ વિશે જણાવશે. જનરેટર્સ, ટ્રાન્સફૉર્મર્સ, સોલર પાવર, ઇલેક્ટ્રિક વેહિકલ્સ, યુપીએસ, સ્ટેબિલાઇઝર્સ, વાયર્સ, કેબલ, સ્વિચીઝ, પાઇપ્સ, ઇન્વર્ટર્સ, સીટીપીટી પોલ્સ જેવી ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે કામ કરતી તમામ કંપનીઓની બેસ્ટ અને લેટેસ્ટ પ્રોડક્ટ્સ પણ અહીં જોવા મળશે.
ક્યારે? : ૨૭થી ૨૯ ફેબ્રુઆરી
ક્યાં? : બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર, ગોરેગામ
પંડિત દુર્ગાલાલ ફેસ્ટિવલ
સંવેદ સોસાયટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા ૩૪મા પંડિત દુર્ગાલાલ ફેસ્ટિવલનું આયોજન થયું છે જેમાં શાસ્ત્રીય નૃત્યમાં પારંગત ત્રણ મેલ ડાન્સરો પંડિત દુર્ગાલાલજીની ૭૫મી જન્મજયંતી સેલિબ્રેટ કરશે. ગુરુરાજુ કુચીપુડીમાં, સૌવિક ચક્રવર્તી કથક અને પ્રવીણકુમાર ભરતનાટ્યમ પર્ફોર્મ કરશે.
ક્યારે? : ૧ માર્ચ
ક્યાં? : વીર સાવરકર હૉલ
સમયઃ ૬.૩૦ સાંજે
કિંમતઃ ૩૦૦થી
૧૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન માટે સંપર્ક: 98193 87077