વાંચો અહીં....

તસવીર : અનુરાગ કાંબળે
આજે શું કરશો?
બાંદરા ફેર
લગભગ ૩૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતો બાંદરાનો મેળો માઉન્ટ મૅરી ચર્ચની આસપાસ ભરાતો હોવાથી માઉન્ટ મૅરી ફેર તરીકે જાણીતો છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભરાતા આ મેળામાં અનેક લોકો માનતા માનવા અને પૂરી કરવા પણ આવે છે. અઠવાડિયા સુધી ચાલનારા આ મેળામાં જબરી ખાણીપીણી, શૉપિંગ અને રમતગમતના સ્ટૉલ્સ લાગેલા હોય છે. ગયા રવિવારે શરૂ થયેલા આ મેળાનો આજે છેલ્લો દિવસ છે એટલે મિસ ન કરતા.શ્રીજાએ યંગસ્ટર્સના દિલમાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે સરસ જગ્યા બનાવી લીધી છે.
ક્યારે?: ૨૦ સપ્ટેમ્બર
સમયઃ ૮.૩૦થી ૧૦.૩૦
ક્યાં?: ૭૧-એ, પાલી વિલેજ, બાંદરા-વેસ્ટ
ફ્લુઇડ આર્ટ ઑન હાર્ટ
જો તમે કલાપ્રેમી છો તો ફ્લુઇડ આર્ટ જેવી ઍબ્સ્ટ્રૅક્ટ કળા શીખવાનું અને એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું તમને ગમતું હશે. ઍક્રિલિક પેઇન્ટની મદદથી હાર્ટ શેપના બોર્ડ પર વાઇબ્રન્ટ રંગો દ્વારા તમારા મનના ભાવોને ક્રીએટ કરવાનું અને અટ્રૅક્ટિવ પૅટર્ન તૈયાર કરતાં શીખવાની વર્કશૉપ છે.
ક્યારે?: ૧૭ સપ્ટેમ્બર
સમયઃ સાંજે ૬થી ૭.૩૦
સ્થળઃ સ્ટુડિયો પેપરફ્રાય, જુહુ
કિંમતઃ ૧૫૦૦ રૂપિયા (આર્ટ મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ allevents.in
નેક્સ્ટ વીકમાં શું કરશો?
રૉ ફુટેજ : કૉમેડી
કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં સ્ટૅન્ડ-અપ કૉમેડી ક્યુરેટ કરી ચૂકેલા રોહન દેસાઈ અને શ્રીમાયીના શો ધ ગ્રીન રેવલ્યુશનમાં એક્સપરિમેન્ટલ કૉમેડી કરશે શ્રીજા ચતુર્વેદી. છેલ્લા એક-દોઢ વર્ષમાં શ્રીજાએ યંગસ્ટર્સના દિલમાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે સરસ જગ્યા બનાવી લીધી છે.
ક્યારે?: ૨૦ સપ્ટેમ્બર
સમયઃ ૮.૩૦થી ૧૦.૩૦
કિંમત: ૪૯૯ રૂપિયા
ક્યાં?: ૭૧-એ, પાલી વિલેજ, બાંદરા-વેસ્ટ
રજિસ્ટ્રેશનઃ artandcharlie.com
સંથાલી પેઇન્ટિંગ
પશ્ચિમ બંગાળની વિશેષતા છે બેન્ગાલ પટ્ટચિત્ર આર્ટ. જોકે એમાંય ઈસ્ટર્ન ઇન્ડિયાની ટ્રાઇબલ આર્ટ સંથાલી પટ્ટની છાંટ ધરાવતી કળાને સંથાલી પટ્ટચિત્ર પણ કહેવાય છે. એમાં દેવી-દેવતાઓના જન્મથી લઈને એમની પંખીઓ અને માછલીઓના વિવાહની ઘટનાઓનાં દૃશ્યોનો પણ સમાવેશ થાય છે. ઝારખંડ સાઇડની આદિવાસી ટ્રેડિશનમાં ચક્ષુદાન પટ અને જાડુ પટુઆઝ તરીકે ઓળખાતી મોટિફ્સ પણ બનાવવામાં આવે છે. આ તમામનો સમન્વય કરતી સંથાલી આર્ટ બંગાળના નોયા વિલેજનાં જાણીતાં આર્ટિસ્ટ સોનલ ચિત્રકાર પાસેથી શીખી શકાશે.
ક્યારે?: ૨૦થી ૩૦ સપ્ટેમ્બર
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
સમયઃ સવારે ૯થી ૧૦
કિંમતઃ ૪૮૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ thefolkworkshop.com
મુંબઈ પિયાનો ડે
ફરી એક વાર આઠમી એડિશન મુંબઈ પિયાનો ડેની આવી રહી છે. લુઇ બૅન્ક્સ અને એનસીપીએ દ્વારા આયોજિત આ પિયાનો ડે સેલિબ્રેશનમાં જૅઝ તેમ જ ફન્ક ટુ ક્લાસિક બધા જ જૉનરનું પ્રેઝન્ટેશન માણવા મળશે.
ક્યારે?: ૨૩ ઑગસ્ટ
સમયઃ ૬.૩૦ સાંજે
ક્યાં?: દિલીપ પીરામલ આર્ટ ગૅલરી, એનસીપીએ
કિંમતઃ ૨૭૦થી ૧૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com
બિકાનેર પેઇન્ટિંગ
જયપુરની રાજસ્થાન સ્કૂલ ઑફ આર્ટમાંથી પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચરની કળા શીખેલા કલાકાર મહાવીર સ્વામીનાં ક્રીએશન્સ દેશવિદેશમાં ખૂબ નામના પામ્યાં છે. તેમની પાસે બિકાનેરની સ્પેશ્યલ પેઇન્ટિંગ આર્ટ શીખવાની ઑનલાઇન વર્કશૉપ યોજાઈ છે. પાંચ દિવસ બે-બે કલાકના ક્લાસમાં બિકાનેર પેઇન્ટિંગની બેસિકથી લઈને બારીક ટેક્નિક્સ શીખવવામાં આવશે.
ક્યારે?: ૨૧, ૨૬, ૨૭ સપ્ટેમ્બર અને ૩-૫ ઑક્ટોબર
સમયઃ સાંજે પાંચથી સાત
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૨૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ memeraki.com
ક્લાસિકલ સ્ટાઇલ ગણેશ ભક્તિ
મેવતી ઘરાનાના પંડિત જસરાજના શિષ્ય પંડિત રતન મોહન શર્મા ખયાલ, તરાના, દ્રુપક, હવેલી સંગીત અને લાઇટ ક્લાસિકલ મ્યુઝિક ઉપરાંત રાજસ્થાની ફોક સંગીતમાં પણ કુશળ છે. તેમના કંઠે ભગવાન ગણેશની વિવિધ સ્તુતિઓ અને ભજનનો કાર્યક્રમ છે મુંબઈના સૌથી નવા કળાકેન્દ્રમાં. ગણેશ ફેસ્ટિવલ આવી રહ્યો છે ત્યારે ગણેશની ભક્તિ ક્લાસિકલ ભજનની સ્ટાઇલમાં કરી શકશો.
ક્યારે?: ૨૧ સપ્ટેમ્બર
ક્યાં?: ધ સ્ટુડિયો થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર
સમયઃ રાતે ૮થી ૧૦
કિંમતઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ nmacc.com