જો જાણતા હો તો તે પકડાઈ જાય એ પહેલાં જ તેને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા પ્રોત્સાહિત કરો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા અને ભારત બન્ને ગેરકાયદે ઘૂસણખોરીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગેરકાયદે ઘૂસણખોરી સામે સરહદને સુરક્ષિત કરવાની ભારતની જવાબદારીનું અમેરિકા સન્માન કરે છે. અમે માનીએ છીએ કે અમારા ભારતીય ભાગીદારો સમજે છે કે જો ઇમિગ્રેશનના કાયદાઓને ગણકારવામાં ન આવે તો કોઈ પણ દેશ સુરક્ષિત ન રહી શકે. અમને વિશ્વાસ છે કે અમેરિકાને વધારે સુરક્ષિત, મજબૂત અને સમૃધ્ધ બનાવવા માટે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પ્રવેશ માટેના કાયદાઓ (ઇમિગ્રશન લૉઝ)નું ચુસ્ત પાલન કરવાનું સુનિશ્ચિત કરી રહ્યા છે એનું પણ તેઓ સન્માન કરશે.
ટ્રમ્પ વહીવટી તંત્ર સ્પષ્ટ છે કે જે લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે, વીઝા મેળવવા માટે ફ્રૉડ કરે છે, પરવાનગી વગર બિનઅધિકૃત રીતે કામ કરે છે અથવા વીઝા કે વીઝામાફીની અવધિ સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં જ રહે છે તેમણે કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. એમાં જેલની સજા, દેશનિકાલ અને ભવિષ્યમાં US વીઝા મેળવવા પર કાયમી પ્રતિબંધનો સમાવેશ છે.
ADVERTISEMENT
જેમના પરિવારના સભ્યો અથવા મિત્રો અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે એવા લોકોને હવે ઘરે પાછા જવા માટે કહેવાનો સમય આવી ગયો છે.
અમેરિકામાં ઘૂસણખોરી અથવા ગેરકાયદે રહેવાનો પ્રયાસ કરશો તો ધરપકડ થશે
કેટલાક લોકો માને છે કે અમેરિકામાં ચૂપચાપ ઘૂસીને પકડાવાનું ટાળી શકાય છે એ વાત ખોટી છે. ટ્રમ્પ વહીવટી તંત્રે સરહદ-સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે જેને લીધે ઘૂસણખોરોની ધરપકડ અને અમેરિકામાંથી દેશનિકાલ કરાતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ફેબ્રુઆરી ૨૦૨૪ની સરખામણીમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં સરહદથી થતી ઘૂસણખોરીમાં ૯૪ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકામાં સરહદ પાર કરી ગેરકાયદે આવેલા ઘૂસણખોરોની ધરપકડમાં ૬૨૭ ટકાનો વધારો થયો છે. જે લોકો અમેરિકાની સરહદ ગેરકાયદે પાર કરવાનો પ્રયાસ કરે છે અથવા ગેરકાયદે રીતે અમેરિકામાં રહે છે તેમની ધરપકડ થશે, તેમને અટકાયતમાં લેવામાં આવશે અને અમેરિકાથી પાછા કાઢવામાં આવશે. એ ઉપરાંત તેમની સામે ફોજદારી આરોપ લગાવવામાં આવશે અને તેમના અમેરિકા આવવાના દરવાજા કાયમી બંધ થઈ જશે.
US વીઝા ફ્રૉડ માટે ગંભીર પરિણામ ભોગવવાં પડશે
US વીઝા-પ્રક્રિયા વિશ્વની સૌથી સુરક્ષિત પ્રક્રિયાઓમાંની એક છે છતાં કેટલાક લોકો બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને, અરજીઓમાં જૂઠું બોલીને અથવા તેમના વીઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ અમેરિકામાં રહીને સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને ઘણી વાર કેટલાંક એવાં તત્ત્વો માઇગ્રન્ટ વ્યક્તિઓને નાણાં માટે નિશાન બનાવતા હોય છે. આ વીઝા-છેતરપિંડીનાં ઉદાહરણ છે અને એ ગંભીર ગુનો છે. જો તમે આ રીતે કાયદો તોડશો તો તમને સજા કરવામાં આવશે અને તમને ફરીથી અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અમેરિકાની સરહદ સુધીની મુસાફરી જોખમી છે
જેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનું વિચારી રહ્યા છે તેમણે સમજવું પડશે કે અમેરિકાની સરહદ સુધી પહોંચવાની મુસાફરી ખતરનાક છે અને તમારી સલામતી તથા જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. ગુનેગારોની કાર્ટેલ, અપરાધી જૂથો અને માનવતસ્કરો આવા ઘૂષણખોરોને નિશાન બનાવતા હોય છે અને તેમની સાથે હિંસાત્મક હુમલા પણ કરી શકે છે. ઘણા ઘૂસણખોરો આવી ખતરનાક મુસાફરી કરવાનો પ્રયાસ કરતા હોય છે, પણ તેઓ કદી અમેરિકા સુધી પહોંચતા જ નથી. કેટલાક લોકો તેમની મિલકત ગીરવી રાખી મોટી રકમની લોન લઈને માનવતસ્કરોને ચૂકવતા હોય છે, પણ જ્યારે તેમને પાછા તેમના દેશમાં ડીપૉર્ટ કરવામાં આવે છે ત્યારે તેમનો એ રકમ ખોવાનો વારો આવે છે.
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધના બીજા દેશો સાથે મળીને ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોને US સરહદ સુધી પહોંચે એ પહેલાં જ રોકવા અને પાછા મોકલવા માટે કામ કરી રહ્યું છે.
અમેરિકન સરકાર સરહદ સુરક્ષિત કરીને ફક્ત અમેરિકન નાગરિકોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ ગેરકાયદે ઇમિગ્રેશનને કારણે થતી વેદનાને પણ અટકાવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરેકને જવાબદાર ઠેરવે છે
US સરકાર માત્ર ઘૂસણખોરો સામે જ નહીં, પણ એવા લોકો સામે પણ પગલાં લે છે જેઓ અન્ય લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવામાં મદદ કરે છે. આમાં દાણચોરો, માનવતસ્કરો અને વિદેશી સરકારી અધિકારીઓનો પણ સમાવેશ છે જેઓ ઘૂસણખોરીમાં મદદ કરી રહ્યા છે. તાજેતરમાં સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ વિદેશી અધિકારીઓ માટે નવી વીઝા પ્રતિબંધ નીતિની જાહેરાત કરી હતી જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને પોર્ટ ઑથોરિટી કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવામાં નિષ્ફળ જાય છે. આ પરિવહન અને પ્રવાસન ઉદ્યોગો માટે હાલના પ્રતિબંધો પર આધારિત છે. ગેરકાયદે ઇમિગ્રેશનને પ્રોત્સાહિત કરીને અમેરિકન સુરક્ષાને જોખમમાં મૂકનારાઓ અમેરિકામાં આવકાર્ય નથી.
પસંદગી સ્પષ્ટ છે - કાયદાનું પાલન કરો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીથી મળનારા સંભવિત લાભ કરતાં જોખમ અનેકગણું છે. ઘૂસણખોરીની પ્રક્રિયા દરમ્યાન ઘૂસણખોરો જીવ પણ ગુમાવી શકે છે, ગુનેગારોનો ભોગ બની શકે છે અથવા તેમનું અને તેમના પરિવારનું ભવિષ્ય ગુનાહિત રેકૉર્ડ સાથે સમાપ્ત પણ થઈ શકે છે. ગેરકાયદે પ્રવેશ માત્ર US કાયદાનો ભંગ કરતો નથી, પણ ઘૂસણખોરો પોતાની સલામતી અને સુખાકારીને પણ જોખમમાં મૂકે છે. દંડ ગંભીર છે : જેલની સજા, તમારા પરિવારથી અલગ થવું અને USમાં ફરીથી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ.
જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે ગેરકાયદે રીતે USમાં રહે છે તો તમે તેમના માટે જે શ્રેષ્ઠ કરી શકો છો એ કરો. તેઓ પકડાય એ પહેલાં તેમને હમણાં જ ત્યાંથી નીકળી જવા માટે પ્રોત્સાહિત કરો.
સંદેશ દરેક માટે સરળ છે : યોગ્ય પસંદગી કરો, કાયદાનું પાલન કરો અને તમારી સલામતી, તમારા પરિવાર અથવા તમારા ભવિષ્યને જોખમમાં ન નાખો.અમેરિકા અને ભારત બન્ને ગેરકાયદે ઘૂસણખોરીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગેરકાયદે ઘૂસણખોરી સામે સરહદને સુરક્ષિત કરવાની ભારતની જવાબદારીનું અમેરિકા સન્માન કરે છે. અમે માનીએ છીએ કે અમારા ભારતીય ભાગીદારો સમજે છે કે જો ઇમિગ્રેશનના કાયદાઓને ગણકારવામાં ન આવે તો કોઈ પણ દેશ સુરક્ષિત ન રહી શકે. અમને વિશ્વાસ છે કે અમેરિકાને વધારે સુરક્ષિત, મજબૂત અને સમૃધ્ધ બનાવવા માટે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પ્રવેશ માટેના કાયદાઓ (ઇમિગ્રશન લૉઝ)નું ચુસ્ત પાલન કરવાનું સુનિશ્ચિત કરી રહ્યા છે એનું પણ તેઓ સન્માન કરશે.
ટ્રમ્પ વહીવટી તંત્ર સ્પષ્ટ છે કે જે લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે, વીઝા મેળવવા માટે ફ્રૉડ કરે છે, પરવાનગી વગર બિનઅધિકૃત રીતે કામ કરે છે અથવા વીઝા કે વીઝામાફીની અવધિ સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં જ રહે છે તેમણે કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. એમાં જેલની સજા, દેશનિકાલ અને ભવિષ્યમાં US વીઝા મેળવવા પર કાયમી પ્રતિબંધનો સમાવેશ છે.
જેમના પરિવારના સભ્યો અથવા મિત્રો અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે એવા લોકોને હવે ઘરે પાછા જવા માટે કહેવાનો સમય આવી ગયો છે.
અમેરિકામાં ઘૂસણખોરી અથવા ગેરકાયદે રહેવાનો પ્રયાસ કરશો તો ધરપકડ થશે
કેટલાક લોકો માને છે કે અમેરિકામાં ચૂપચાપ ઘૂસીને પકડાવાનું ટાળી શકાય છે એ વાત ખોટી છે. ટ્રમ્પ વહીવટી તંત્રે સરહદ-સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે જેને લીધે ઘૂસણખોરોની ધરપકડ અને અમેરિકામાંથી દેશનિકાલ કરાતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ફેબ્રુઆરી ૨૦૨૪ની સરખામણીમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં સરહદથી થતી ઘૂસણખોરીમાં ૯૪ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકામાં સરહદ પાર કરી ગેરકાયદે આવેલા ઘૂસણખોરોની ધરપકડમાં ૬૨૭ ટકાનો વધારો થયો છે. જે લોકો અમેરિકાની સરહદ ગેરકાયદે પાર કરવાનો પ્રયાસ કરે છે અથવા ગેરકાયદે રીતે અમેરિકામાં રહે છે તેમની ધરપકડ થશે, તેમને અટકાયતમાં લેવામાં આવશે અને અમેરિકાથી પાછા કાઢવામાં આવશે. એ ઉપરાંત તેમની સામે ફોજદારી આરોપ લગાવવામાં આવશે અને તેમના અમેરિકા આવવાના દરવાજા કાયમી બંધ થઈ જશે.
US વીઝા ફ્રૉડ માટે ગંભીર પરિણામ ભોગવવાં પડશે
US વીઝા-પ્રક્રિયા વિશ્વની સૌથી સુરક્ષિત પ્રક્રિયાઓમાંની એક છે છતાં કેટલાક લોકો બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરીને, અરજીઓમાં જૂઠું બોલીને અથવા તેમના વીઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ અમેરિકામાં રહીને સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને ઘણી વાર કેટલાંક એવાં તત્ત્વો માઇગ્રન્ટ વ્યક્તિઓને નાણાં માટે નિશાન બનાવતા હોય છે. આ વીઝા-છેતરપિંડીનાં ઉદાહરણ છે અને એ ગંભીર ગુનો છે. જો તમે આ રીતે કાયદો તોડશો તો તમને સજા કરવામાં આવશે અને તમને ફરીથી અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અમેરિકાની સરહદ સુધીની મુસાફરી જોખમી છે
જેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનું વિચારી રહ્યા છે તેમણે સમજવું પડશે કે અમેરિકાની સરહદ સુધી પહોંચવાની મુસાફરી ખતરનાક છે અને તમારી સલામતી તથા જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. ગુનેગારોની કાર્ટેલ, અપરાધી જૂથો અને માનવતસ્કરો આવા ઘૂષણખોરોને નિશાન બનાવતા હોય છે અને તેમની સાથે હિંસાત્મક હુમલા પણ કરી શકે છે. ઘણા ઘૂસણખોરો આવી ખતરનાક મુસાફરી કરવાનો પ્રયાસ કરતા હોય છે, પણ તેઓ કદી અમેરિકા સુધી પહોંચતા જ નથી. કેટલાક લોકો તેમની મિલકત ગીરવી રાખી મોટી રકમની લોન લઈને માનવતસ્કરોને ચૂકવતા હોય છે, પણ જ્યારે તેમને પાછા તેમના દેશમાં ડીપૉર્ટ કરવામાં આવે છે ત્યારે તેમનો એ રકમ ખોવાનો વારો આવે છે.
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધના બીજા દેશો સાથે મળીને ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોને US સરહદ સુધી પહોંચે એ પહેલાં જ રોકવા અને પાછા મોકલવા માટે કામ કરી રહ્યું છે.
અમેરિકન સરકાર સરહદ સુરક્ષિત કરીને ફક્ત અમેરિકન નાગરિકોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ ગેરકાયદે ઇમિગ્રેશનને કારણે થતી વેદનાને પણ અટકાવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરેકને જવાબદાર ઠેરવે છે
US સરકાર માત્ર ઘૂસણખોરો સામે જ નહીં, પણ એવા લોકો સામે પણ પગલાં લે છે જેઓ અન્ય લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવામાં મદદ કરે છે. આમાં દાણચોરો, માનવતસ્કરો અને વિદેશી સરકારી અધિકારીઓનો પણ સમાવેશ છે જેઓ ઘૂસણખોરીમાં મદદ કરી રહ્યા છે. તાજેતરમાં સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ વિદેશી અધિકારીઓ માટે નવી વીઝા પ્રતિબંધ નીતિની જાહેરાત કરી હતી જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને પોર્ટ ઑથોરિટી કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવામાં નિષ્ફળ જાય છે. આ પરિવહન અને પ્રવાસન ઉદ્યોગો માટે હાલના પ્રતિબંધો પર આધારિત છે. ગેરકાયદે ઇમિગ્રેશનને પ્રોત્સાહિત કરીને અમેરિકન સુરક્ષાને જોખમમાં મૂકનારાઓ અમેરિકામાં આવકાર્ય નથી.
પસંદગી સ્પષ્ટ છે - કાયદાનું પાલન કરો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીથી મળનારા સંભવિત લાભ કરતાં જોખમ અનેકગણું છે. ઘૂસણખોરીની પ્રક્રિયા દરમ્યાન ઘૂસણખોરો જીવ પણ ગુમાવી શકે છે, ગુનેગારોનો ભોગ બની શકે છે અથવા તેમનું અને તેમના પરિવારનું ભવિષ્ય ગુનાહિત રેકૉર્ડ સાથે સમાપ્ત પણ થઈ શકે છે. ગેરકાયદે પ્રવેશ માત્ર US કાયદાનો ભંગ કરતો નથી, પણ ઘૂસણખોરો પોતાની સલામતી અને સુખાકારીને પણ જોખમમાં મૂકે છે. દંડ ગંભીર છે : જેલની સજા, તમારા પરિવારથી અલગ થવું અને USમાં ફરીથી પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ.
જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે ગેરકાયદે રીતે USમાં રહે છે તો તમે તેમના માટે જે શ્રેષ્ઠ કરી શકો છો એ કરો. તેઓ પકડાય એ પહેલાં તેમને હમણાં જ ત્યાંથી નીકળી જવા માટે પ્રોત્સાહિત કરો.
સંદેશ દરેક માટે સરળ છે : યોગ્ય પસંદગી કરો, કાયદાનું પાલન કરો અને તમારી સલામતી, તમારા પરિવાર અથવા તમારા ભવિષ્યને જોખમમાં ન નાખો. -જૉર્ગન કે. ઍન્ડ્રયુઝ