ઉપર જણાવેલી ચીજો ક્યારેય કોઈની પાસેથી ફ્રી ન લેવી જોઈએ એવી સલાહ આપણાં શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે. ફ્રીમાં મળેલી એ સલાહ કે વસ્તુ તમને યોગ્ય પરિણામ આપે એ માટે એનું વળતર ચૂકવવું જ જોઈએ
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
ઓળખાણનો સંબંધ હોય કે પછી લાગણીના વ્યવહારો હોય ત્યારે વ્યક્તિ સલાહથી માંડીને કેટલીક રોજબરોજની ચીજવસ્તુઓ વિના સંકોચે લેવાનું કામ કરી લેતી હોય છે, પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચોક્કસ પ્રકારની સલાહ કે ચોક્કસ પ્રકારની વસ્તુઓ ક્યારેય કોઈ પાસેથી ફ્રીમાં લેવી નહીં. ભલે આપનારી વ્યક્તિ માટે એનું મૂલ્ય નગણ્ય હોય તો પણ એ ક્યારેય ફ્રીમાં લેવી ન જોઈએ, કારણ કે ફ્રીમાં લેવામાં આવેલી એ સલાહ કે વસ્તુની અસરકારકતા ઘટી જાય છે. આજે પણ અમુક જ્યોતિષી કે વાસ્તુશાસ્ત્રી બહુ નજીકની વ્યક્તિને સલાહ આપ્યા પછી શુકનમાં એક કે અગિયાર રૂપિયા સામેથી માગી લેતા હોય છે, જેની પાછળનું કારણ એ જ છે કે આપેલી સલાહ જે-તે વ્યક્તિ માટે સકારાત્મક પરિણામ લાવે.