શીઘ્રસ્ખલન માટે દેશી વાયેગ્રા અને ડૅપોક્સિટિન આ બન્ને ગોળીઓ સાથે લેવાય?
પ્રતીકાત્મક તસવીર
સવાલ: મારી ઉંમર ૪૯ વર્ષ છે. છેલ્લાં પાંચેક વરસથી શીઘ્રસ્ખલન અટકાવવા માટે અવારનવાર ડૅપોક્સિટિન ગોળી લઉં છું. એનાથી ઘણો ફાયદો હતો. હમણાં ફિઝિકલી નબળાઈ વધુ આવી છે. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની તકલીફ વધી છે. દવાઓના ડોઝ વધી ગયા છે. હમણાંથી ઉત્તેજના આવવામાં જ તકલીફ થાય છે. શીઘ્રસ્ખલનની ગોળીની પણ અસર નથી થતી. મારી પત્ની મારાથી છ વરસ નાની છે અને તેને સમાગમની ઇચ્છા થાય છે. દેશી વાયેગ્રા ક્યારેક લઉં છું, પરંતુ એ વખતે પત્ની ઝડપથી ઉત્તેજિત નથી થઈ હોતી. તેને માટે શું કરવું એ સમજાતું નથી. પહેલાં રેગ્યુલર ડૅપોક્સિટિન લેતો હતો, પણ હવે તો એની અસર નથી થતી. ડૅપોક્સિટિન લેવાની બંધ કરી છે છતાં ઉત્તેજના આવવામાં તકલીફ થાય છે. શું દેશી વાયેગ્રા અને આ બન્ને ગોળીઓ સાથે લેવાય?
જવાબ: ડૅપોક્સિટિન એ શીઘ્રસ્ખલનને લંબાવવા માટે છે. એનાથી ઉત્તેજના આવવામાં કોઈ મદદ નથી થતી કે ઈવન ઉત્તેજના આવવામાં કોઈ અવરોધ પણ નથી આવતો. જ્યારે ઉત્તેજના ઓછી આવતી હોય ત્યારે વાયેગ્રા લેવી પડે. આ બન્ને ગોળી સાથે લઈ શકાય, પરંતુ તમને બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તકલીફ છે એ માટે કઈ ગોળી લો છો એ જાણવું મહત્ત્વનું છે. એ દવામાં નાઇટ્રેટ હોય તો તમે વાયેગ્રા ન લઈ શકો. આ બાબતે તમારે જાતે નિર્ણય ન લેતાં ફૅમિલી ડૉક્ટર અથવા તો સેક્સોલૉજિસ્ટને બ્લડ-પ્રેશરની દવા બતાવીને પછી આગળ વધો એ બહેતર રહેશે. જો તમારે સેક્સલાઇફ સારી અને સ્વસ્થ રાખવી હોય તો ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર કાબૂમાં રાખવાં જરૂરી છે. એ માટે માત્ર દવાની ગોળીઓ પર નિર્ભર રહેવા કરતાં ઍક્ટિવ અને સંતુલિત જીવન જીવવું મહત્ત્વનું છે. આ બન્ને એવી સાઇલન્ટ કન્ડિશન છે જે તમને ખબર પણ ન પડે અે રીતે શરીરને અંદરથી નબળું પાડી દે છે. એ માટે દવાની સાથે જીવનશૈલીના બદલાવ અત્યંત આવશ્યક છે.
ADVERTISEMENT
પત્નીને મૈથુન દ્વારા પૂરતો સંતોષ ન અનુભવાતો હોય ત્યારે પુરુષ મુખમૈથુન કે હસ્તમૈથુનથી સ્ત્રી પાર્ટનરને સંતુષ્ટ કરી લઈ શકે છે. વાઇબ્રેટર કે આંગળીનો મસાજ પણ સંપૂર્ણપણે સલામત છે, પરંતુ એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે.
