સમાગમ પછીની પીડા અને શારીરિક સમસ્યાનો ઉકેલ શું?
પ્રતીકાત્મક તસવીર.
સવાલ: હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. છેલ્લા કેટલાક વખતથી મને સમાગમ પછી પીડા બહુ થાય છે. ખાસ કરીને ઇન્દ્રિયમાં બળતરા થાય છે, ચામડી ફાટી જાય છે અને ખૂબ જ ખંજવાળ આવે છે. બે દિવસ પછી એની પરથી સફેદ સૂકી ચામડી જેવું નીકળે છે. આવું આઠ-દસ દિવસ સુધી ચાલે છે અને પછી આપમેળે સારું થઈ જાય છે. મૅસ્ટરબટ કરું તો વાંધો નથી આવતો પણ પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે આવું થાય છે. મારી વાઇફને પણ આવી જ રીતે ખંજવાળ આવ્યા કરે છે. શું અમને બન્નેને કોઈ ગુપ્ત રોગ થયો હશે? હસ્તમૈથુન કર્યા પછી આવું નથી થતું. યોગ્ય દવા અને માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ ઃ સૌથી પહેલાં તો તમારું શુગર ચેક કરાવી લો. ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે લોહીનું પરીક્ષણ કરાવી લો. બીજું, પતિ-પત્ની બન્નેને ખંજવાળની તકલીફ હોય તો પત્નીને પૂછી જોવું કે યોનિમાર્ગમાંથી સફેદ પાણી જાય છે? યોનિમાર્ગની આજુબાજુ ચળ આવે છે? અન્ડરવેઅર પર સફેદ કે પીળા ડાઘા પડે છે? જો આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો એમ સમજવું કે તમારી પત્નીનું ફંગલ ઇન્ફેક્શન તમારી સમસ્યાનું કારણ છે. આના ઇલાજ માટે તમારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની યોગ્ય ગોળી આપવી જોઈએ. દા.ત. કૅન્ડિડ વજાઇનલ ટૅબ્લેટ્સ. રોજ રાત્રે સૂતી વખતે લગાતાર છ દિવસ સુધી આ ગોળી યોનિમાર્ગમાં મૂકવી જોઈએ. તમને પણ ખંજવાળ આવતી હોય તો કૅન્ડિડ-બી નામનો મલમ સવારે નાહ્યા પછી લગાવશો તો બે-ત્રણ દિવસમાં રાહત થઈ જશે. રાહત થઈ ગયા પછી પણ પાંચ-છ દિવસ સુધી મલમ લગાવવાનું રાખજો. આ સારવાર દરમ્યાન સમાગમ ન કરવો, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય.
ત્રીજું કારણ છે વધુપડતું ઘર્ષણ. યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉત્પન્ન થયા વિના જો ઘર્ષણ કરવામાં આવે તો પણ આમ થાય. ઘર્ષણ ઓછું કરવા માટે ફોર-પ્લેમાં વધુ સમય ગાળવો. જો યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન ન થતી હોય તો કોપરેલનું તેલ સારીએવી માત્રામાં લગાડ્યા પછી જ યોનિપ્રવેશ કરાવવો. આમ કરવાથી ઘર્ષણ નિરંતર ઓછું થઈ જશે. જો તમારી સમસ્યા ઘર્ષણના કારણે સર્જાતી હશે તો આ પ્રમાણે કરવાથી તમને
રાહત થશે.

