મુંબઈમાં વડાપાંઉ ફેમસ એટલા માટે બન્યાં કેમ કે એ મુંબઈગરાઓની ફાસ્ટ લાઇફ સાથે મેળ ખાય છે. એક વડાપાંઉ ખરીદ્યું અને ઊભાં-ઊભાં અથવા તો ટ્રેન, બસ કે રિક્ષામાં બેઠાં-બેઠાં ખાઈ લીધું.

કૉમેડિયન સ્વાતી સચદેવ
પાંઉભાજી ટાવર
મુંબઈમાં વડાપાંઉ ફેમસ એટલા માટે બન્યાં કેમ કે એ મુંબઈગરાઓની ફાસ્ટ લાઇફ સાથે મેળ ખાય છે. એક વડાપાંઉ ખરીદ્યું અને ઊભાં-ઊભાં અથવા તો ટ્રેન, બસ કે રિક્ષામાં બેઠાં-બેઠાં ખાઈ લીધું. જોકે હવે પાંઉભાજીને પણ આમ જ ફાસ્ટ બનાવવાની કોશિશ થઈ રહી છે. ગિરગામની એક ઇટરીએ પાંઉભાજી ટાવર તૈયાર કર્યો છે જેમાં પાંઉભાજી અને એક મોઇતોનું કૉમ્બિનેશન તૈયાર કરવામાં આવ્યું છે જેને તમે ઊભાં-ઊભાં અને ટ્રાવેલ દરમ્યાન પણ ખાઈ શકો. પાંઉભાજીની રેસિપી તો એ જ છે, પણ જસ્ટ એનું પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે. પ્લાસ્ટિકના ગ્લાસમાં મોઇતો છે અને એના પર લૉક થઈ શકે એવો ડબ્બો છે, જેમાં ગરમાગરમ પાંઉભાજી છે. ડબ્બાની વચ્ચેથી સ્ટ્રો નાખીને નીચેના ગ્લાસમાંથી તમે મોઇતો પી શકો છો અને ડબ્બાની એક સાઇડ પર પાંઉ મૂકી શકાય એમ છે. ઊભાં-ઊભાં એક હાથમાં પકડીને પાંઉભાજી અને પીણું બન્ને પકડી શકાય અને સાથે લુત્ફ ઉઠાવી શકાય એવું કૉમ્બિનેશન ગિરગામની મંગલવાડીમાં આવેલા ગોવિંદાશ્રમ પાંઉભાજીવાળાએ બહાર પાડ્યું છે.
નેક્સ્ટ વીકમાં શું કરશો?
સ્માઇલ વિથ
સ્વાતિ સચદેવ
બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ અને સાથે જબરદસ્ત સેન્સ ઑફ હ્યુમર ધરાવતી સ્ટૅન્ડઅપ કૉમેડિયન સ્વાતિ સચદેવ ઘણા વખત પછી લાઇવ આવી રહી છે.
ક્યારે?ઃ ૨૭ ફેબ્રુઆરી
સમય ઃ રાતે ૮
ક્યાં?ઃ ધેટ કૉમેડી ક્લબ, બાંદરા
કિંમત ઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન ઃ bookmyshow
મંડલા આર્ટ મેડિટેશન
સતત ચાલી રહેલા કૅઓટિસ વર્લ્ડમાં અંતરનો અવાજ સાંભળીને આંતરિક શાંતિનો અનુભવ કરવો હોય તો મગજને વિચારશૂન્ય બનાવવું પડે છે અને એ માટે મંડલા આર્ટ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મંડલા આર્ટ ક્રીએટ કરીને તેમ જ એના પર કૉન્સન્ટ્રેટ કરીને કેવી રીતે મનને અંતરથી શાંત કરવાની પ્રક્રિયા તરફ વળી શકાય એ શીખવશે સર્ટિફાઇડ મંડલા ટ્રેઇનર દિવ્યા મેહરોત્રા.
ક્યારે?ઃ ૨૮ ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી
સમય ઃ સાંજે ૭.૩૦ વાગ્યાથી
ક્યાં?ઃ ઑનલાઇન
કિંમત ઃ ફ્રી
રજિસ્ટ્રેશન ઃ @chakr_varn
બે સદીનું મુંબઈ અરબિન્દ
સમંતાની નજરે
કલકત્તામાં આર્ટ ઍન્ડ ક્રાફ્ટના ક્ષેત્રે ઊંડું કામ કરનારા કલાકાર અરબિન્દ સમંતાએ ઍક્રિલિક કલર્સથી મેટ્રોપૉલિટન સિટી મુંબઈની સફરને બહુ સરસ રીતે તેમના આર્ટવર્કમાં વણી લીધી છે. બે દાયકામાં મુંબઈમાં આવેલાં વિવિધ પરિમાણો આંખે ઊડીને વળગે એવી અદ્ભુત કારીગરીનું એક્ઝિબિશન જોવા જેવું છે.
ક્યારે?ઃ ૪ માર્ચ સુધી
ક્યાં?ઃ કમલનયન બજાજ આર્ટ ગૅલરી, બજાજ ભવ, નરીમાન પૉઇન્ટ
સમયઃ ૧૧થી ૭
હોળીના હર્બલ રંગ ઘરે જ બનાવો
મધુબની આર્ટિસ્ટ પ્રીતિ કર્ણ નૅચરલ ચીજોમાંથી હોળી માટેના રંગ બનાવવાની વર્કશૉપ લેવાનાં છે. બેસન, હળદર, લીંબુ, હિબિસ્કસ, બીટ, મેંદો, ઑરેન્જ પિલ, કૉર્નફ્લોર જેવી ચીજોની મદદથી કઈ રીતે રંગ બનાવવા એ ઘેરબેઠાં ફ્રીમાં શીખો.
ક્યારે?ઃ ૧ માર્ચ
સમય ઃ સાંજે ૫
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ પર
કિંમત ઃ ફ્રી
રજિસ્ટ્રેશન ઃ memeraki.com
આજે શું કરશો?
મૉર્નિંગ વૉક પેઇન્ટ
કુદરતી સૌંદર્યથી લદોલદ જગ્યાએ વહેલી સવારે તમે મૉર્નિંગ વૉક કરવા નીકળો ત્યારે જે દૃશ્ય હોય એને કૅન્વસ પર મઢી લેવાની ઇચ્છા થતી હોય તો આ પેઇન્ટિંગ વર્કશૉપ તમારા માટે છે. બહુ ખાસ પેઇન્ટિંગનો અનુભવ હોવો પણ જરૂરી નથી.
ક્યારે?ઃ ૨૬ ફેબ્રુઆરી
સમય ઃ બપોરે ૩થી ૬
ક્યાં?ઃ શૉર્ટ સ્ટોરીઝ, ખાર
કિંમત ઃ ૨૦૦૦ રૂપિયા (મટીરિયલ+રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન ઃ bookmyshow
વેજ સુશી વર્કશૉપ
જૅપનીઝ ક્વિઝીનમાં શિરમોર સ્થાન ધરાવતી સુશીનું વેજિટેરિયન વર્ઝન જો ઘરે જ બનાવતાં શીખવું હોય તો અહીં જોડાઈ જાઓ. બ્લૅક રાઇસ અવાકાડો ફાયરી, રેઇનબો વેજી રોલ, ટ્રાયો મશરૂમ માકી, ઍસ્પરગસ ટેમ્પુરા, ઍલપીનો ફિલી સુશી અને તેરિયાકી તોફુ નિગિરી એમ ૬ પ્રકારની સુશી બનાવતાં શીખવા મળશે.
ક્યારે?ઃ ૨૬ ફેબ્રુઆરી
સમય ઃ બપોરે ૧૨.૩૦થી ૪.૩૦
ક્યાં?ઃ મોનાર્ક પાર્ક, અંધેરી-ઈસ્ટ
રજિસ્ટ્રેશન ઃ
@justappetite_culinaryschool
નાઇફ+બ્રશ પેઇન્ટિંગ
ગ્રીક આઇલૅન્ડ્સ ખૂબ સુંદર હોય છે અને સૅન્ટોરિની એમાંનો એક છે. અહીંના એક રળિયામણા દરિયાકિનારા અને નાનકડી હાટડીઓનું દૃશ્ય કૅન્વસ પર મૂકવાની મજા માણવી હોય તો આ વર્કશૉપ કરવી જોઈએ, જેમાં બ્રશની સાથે નાઇફ પેઇન્ટિંગ પણ થવાનું છે જેથી 3D ઇફેક્ટ પેઇન્ટમાં કઈ રીતે અપાય એ શીખી શકાશે.
ક્યારે?ઃ ૨૬ ફેબ્રુઆરી
સમય ઃ બપોરે ૩થી ૬
કિંમત ઃ ૨૦૦૦ રૂપિયા (મટીરિયલ+રીફ્રેશમેન્ટ સાથે)
ક્યાં?ઃ મૅન્ગો સ્ટેશનરી, થાણે
રજિસ્ટ્રેશન ઃ bookmyshow