આપણી આસપાસ વાતે-વાતે બોલાતા સાદા-સરળ શબ્દો કે વાક્યો પણ ઘણું બધું કહી દેતાં હોય છે
સીધી વાત
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં આપણે દુનિયાભરના ફિલોસૉફરનાં વિધાનોને ટાંકતાં, સાંભળતાં કે વાંચતાં હોઈએ છીએ; એનાથી પ્રભાવિત થઈ બીજાને પણ કહેતા હોઈએ છીએ. બસ, જ્ઞાનની વાતો સાંભળીને કે વાંચીને જ આપણે પોતે જ્ઞાની થઈ ગયા હોવાના ભ્રમમાં પડી જતાં આપણને બહુ વાર નથી લાગતી. એમાંય વળી ફૉરેનના ફિલોસૉફરની વાત તો આપણા માટે સવિશેષ બની જાય છે. બીજાઓને પ્રભાવિત કરવા માટે પણ લોકો એવા ફિલોસૉફિકલ ક્વોટ્સ લખતા અથવા વક્તવ્યમાં ટાંકતા હોય છે.