Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

01 December, 2022 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિખંડી એ માયથોલૉજીનું સૌથી જૂનું ટ્રાન્સ કૅરૅક્ટર છે.

શિખંડી : ધ સ્ટોરી ઑફ ઇન-બિટ્વીન જાણો, માણો ને મોજ કરો

શિખંડી : ધ સ્ટોરી ઑફ ઇન-બિટ્વીન


શિખંડી : ધ સ્ટોરી ઑફ ઇન-બિટ્વીન

ફૅટ્સ ધ આર્ટ્સ પ્રોડક્શન્સ દ્વારા શિખંડીની વાર્તા દાઢમાં કૉમેડી થાય એ રીતે કહેવાઈ છે. પુરુષત્વ, સ્ત્રીત્વની જેમ બન્નેની વચમાં જે છે એ તત્ત્વ વિશે પણ વાત કરે છે. શિખંડી એ માયથોલૉજીનું સૌથી જૂનું ટ્રાન્સ કૅરૅક્ટર છે. શિખંડીએ પુરુષ તરીકે જન્મ લેવાનો હતો જેથી અંબા તરીકે જન્મ લીધો ત્યારે થયેલા અપમાનનો બદલો લઈ શકે. જોકે કર્મોની રમતમાં તે સ્ત્રી તરીકે જન્મે છે અને પુરુષ તરીકે એનો ઉછેર થાય છે. લગ્નની આગલી રાતે તે કોઈ યક્ષની મદદથી સેક્સ ચેન્જ કરી લે છે અને ભીષ્મના મૃત્યુનું કારણ બને છે. આ કથાને પ્લેમાં રસપ્રદ નાટ્યસ્વરૂપે રજૂ કરવામાં આવી છે. ક્યારે? : ૨ અને ૩ ડિસેમ્બર
સમય: બીજી તારીખે : ૭.૩૦ અને ૩જી તારીખે : સાંજે ૫.૦૦ અને ૭.૩૦ બે શો
કિંમત : ૭૫૦થી ૮૦૦ રૂપિયા
ક્યાં? : એક્સપરિમેન્ટલ થિયેટર
રજિસ્ટ્રેશન: ncpamumbai


સ્ટુડિયો પૉટર્સ માર્કેટ

હૅન્ડમેડ અને ડિઝાઇનર પૉટરી બનાવતા મુંબઈ જ નહીં, દેશભરમાંથી સ્ટુડિયો આર્ટિસ્ટ્સની પ્રોડક્ટ્સનું કલેક્શન એક છત્ર તળે રજૂ થઈ રહ્યું છે. સિરૅમિક આર્ટના પ્રેમીઓ માટે આ જન્નત સમાન છે કેમ કે અહીં પૉટ્સ ઉપરાંત હૅન્ડમેડ જ્વેલરી, ટેબલવેર, વૉલ ડેકોર, સ્કલ્પ્ચર્સ અને ગાર્ડન ડેકોર ની આઇટમો મળી રહેશે.

 
ક્યારે? : ૩ અને ૪ ડિસેમ્બર
સમય : ૧૧થી ૮
ક્યાં? : ધ વિન્ટેજ ગાર્ડન, પાટકર બંગલો, ટર્નર રોડ, બાંદરા

જતી રહેજે બાય મનન દેસાઈ

લાંબા સમય પછી ફરી એક વાર ગુજરાતી સ્ટૅન્ડઅપ કૉમેડીના કિંગ ગણાતા મનન દેસાઈનો નવોનક્કોર શો મુંબઈમાં થઈ રહ્યો છે. આખા ડિસેમ્બર મહિના દરમ્યાન વીક-એન્ડમાં અલગ-અલગ જગ્યાએ થઈ રહેલા આ ગુજરાતી કૉમેડી શોનો આ શનિવારે પહેલો શો છે. 
 
ક્યારે? : ૩ ડિસેમ્બર
સમય : રાતે ૯.૦૦
ક્યાં? : પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ, બોરીવલી
કિંમત : ૩૫૦થી ૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

સર્ક્યુલર પેઇન્ટિંગ વર્કશૉપ

જ્યારે ગોળાકાર કૅન્વસ પર કોઈ ચિત્ર દોરવાનું હોય ત્યારે એમાં લાઇટના શેડ્સ કઈ રીતે રાખવા, બેસિક સ્ટ્રોક્સ, સ્કેચ અને ટેક્નિકનો કેવો ઉપયોગ કરવો એ શીખવું જરૂરી છે. ફ્રેમ્ડ કૅન્વસ અને જરૂરી આર્ટ ઍક્સેસરીઝ આપવામાં આવશે. 
 
ક્યારે? : ૩ ડિસેમ્બર
સમય : ૧૧.૨૦ સવારે
ક્યાં? : પેપરફ્રાય સ્ટુડિયો, બાંદરા
કિંમત : ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

ક્રિસમસ કૉન્સર્ટ 

નાતાલના તહેવારની પડઘમ વાગી રહી છે ત્યારે આ સીઝનની મ્યુઝિકલ કૉન્સર્ટ્સની મુંબઈમાં શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ કૅરોલ્સ, રેટ્રો ક્લાસિક્સ, રૉક ઍન્ડ રોલ અને બીજું ઘણું બધું આ કૉન્સર્ટમાં માણવા મળશે. આ કૉન્સર્ટ માણ્યા પછી ફેસ્ટિવ સીઝનનો જૉયફુલ માહોલ બનવાનું શરૂ થઈ જશે.

ક્યારે? : ૨ ડિસેમ્બર
સમય : સાંજે ૭ વાગ્યાથી
ક્યાં? : બાલ ગાંધર્વ રંગ મંદિર, બાંદરા
કિંમત : ૧૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

આર્ટ એક થેરપી 

દરેક વ્યક્તિની અંદર ધરબાયેલી લાગણીઓને અને ભાવનાઓને બહાર કાઢવાનું માધ્યમ કળા બની શકે છે. કળા દ્વારા કૅન્વસ પર ઊતરતા ભાવોને સમજીને તેમની મનોવસ્થાને સમજવાનું તેમ જ એમાં બદલાવ લાવવાનું કામ આર્ટ થેરપિસ્ટ્સ કરે છે. તમારા દ્વારા થયેલું ક્રીએશન તમારી અંદર ચાલી રહેલા દ્વંદ્વને સમજવામાં પણ હેલ્પ કરે છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ થેરપી ખૂબ કારગત છે ત્યારે જાતે જ ફ્રી એક્સપરિમેન્ટ કરવા જેવો ખરો.
 
ક્યારે? : ૨ ડિસેમ્બર
સમય : સાંજે ૫થી ૭
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર

આર્ટ એક થેરપી 

દરેક વ્યક્તિની અંદર ધરબાયેલી લાગણીઓને અને ભાવનાઓને બહાર કાઢવાનું માધ્યમ કળા બની શકે છે. કળા દ્વારા કૅન્વસ પર ઊતરતા ભાવોને સમજીને તેમની મનોવસ્થાને સમજવાનું તેમ જ એમાં બદલાવ લાવવાનું કામ આર્ટ થેરપિસ્ટ્સ કરે છે. તમારા દ્વારા થયેલું ક્રીએશન તમારી અંદર ચાલી રહેલા દ્વંદ્વને સમજવામાં પણ હેલ્પ કરે છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ થેરપી ખૂબ કારગત છે ત્યારે જાતે જ ફ્રી એક્સપરિમેન્ટ કરવા જેવો ખરો.

ક્યારે? : ૨ ડિસેમ્બર
સમય : સાંજે ૫થી ૭
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન: memeraki

મ્યુઝિકલ કૉન્સર્ટ વિથ ફરહાન અખ્તર

બૉલીવુડ ઍક્ટર, સિંગર,  ડિરેક્ટર ફરહાન અખ્તરે જાતે લખેલાં ગીતોની મ્યુઝિકલ  કૉન્સર્ટ થઈ રહી છે. કિશોરકુમારથી લઈને સંગીતકાર રવિશંકર અને ધ બીટલ્સ, પિન્ક ફ્લૉઇડ જેવાં 
વેસ્ટર્ન રૉક ઍન્ડ પૉપ બૅન્ડ્સને આવરી લે એવાં વૈવિધ્યસભર ગીતો અહીં રજૂ થશે. 

ક્યારે? : ૨ ડિસેમ્બર
સમય : સાંજે ૬.૩૦ 
વાગ્યાથી
ક્યાં? : ફિનિક્સ પૅલેડિયમ
કિંમત : ૯૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK