Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માટીની વસ્તુ બનાવવાનું આ યંગ ગર્લનું સ્ટાર્ટઅપ કમાલ કરી ગયું

માટીની વસ્તુ બનાવવાનું આ યંગ ગર્લનું સ્ટાર્ટઅપ કમાલ કરી ગયું

08 March, 2023 04:37 PM IST | Mumbai
Darshini Vashi

‘પૉટરી ડેટ’ના કન્સેપ્ટ સાથે ૧૯ વર્ષની ફેની શેઠિયાએ મુંબઈનો પહેલવહેલો પૉટરી સ્ટુડિયો શરૂ કર્યો છે જ્યાં લોકો શોખથી સાથે સમય પસાર કરવા માટે ફ્લાવર વાઝથી લઈને મટકા અને નેમ પ્લેટ બનાવે છે

માટીની વસ્તુ બનાવવાનું આ યંગ ગર્લનું સ્ટાર્ટઅપ કમાલ કરી ગયું

સ્માર્ટ ના‌રી

માટીની વસ્તુ બનાવવાનું આ યંગ ગર્લનું સ્ટાર્ટઅપ કમાલ કરી ગયું


હે નારી, તારા પર જઈએ વારી-વારી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હવે દેશ-દુનિયામાં ઉત્સવની જેમ મનાવાય છે, મનાવવો પણ જોઈએ. જે આખા બ્રહ્માંડનું જતન કરવા, પ્રકૃતિ બની પ્રત્યેક જીવનું પોષણ કરવા અને આખા સંસારને સ્નેહનું સિંચન કરવા સમર્થ હોય એ સ્ત્રીત્વનું તો સેલિબ્રેશન જ હોય. દુઃખદર્દ દૂર કરીને પોષણ આપનારી, પ્રેમ અને હૂંફથી સંબંધોમાં સુવાસ ભરનારી અને ડગલે ને પગલે જીવનને અનેરી આશાનાં કિરણો તરફ ગતિ કરાવનારી નારીની  કૅપેબિલિટીને ‘મિડ-ડે’ નમન કરે છે. ‘મિડ-ડે’ સલામ કરે છે સ્ત્રીઓના સશક્ત અને સૌહાર્દમય અસ્તિત્વને. આ ખાસ દિવસે પ્રસ્તુત છે પ્રેરણામયી મહિલાઓની રોમાંચક દાસ્તાન લાઇફ પ્લસના મહિલા વિશેષાંકમાં



કુંભારોની માટલાં ઘડવાની કળા ભલે પ્રાચીન સમયથી ચાલી આવતી હોય તો પણ અત્યારે એક ફૅશન ટ્રેન્ડ તરીકે તેને જોવામાં આવે છે અને પૉટરી મેકિંગ યુવાનો અને બાળકોમાં હૉટ ફેવરિટ બની રહ્યું છે. ત્યારે આ આર્ટને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ મૉડલ તરીકે પણ અપનાવી શકાય એવો વિચાર ઘાટકોપરનાં ફેની શેઠિયાને આવ્યો અને તેણે અનોખો પૉટરી સ્ટુડિયો શરૂ કર્યો છે. 


ઍક્ચ્યુઅલી હું મેકઅપ આર્ટિસ્ટ છું પણ આજે હું પૉટર સ્ટુડિયો ચલાવું છું એમ જણાવીને ફેની કહે છે, ‘દસમા ધોરણ પછી મેકઅપનો કોર્સ કર્યો હતો. મેં સેલિબ્રિટી મેકઅપનો ઍડ્વાન્સ કોર્સ પણ કર્યો છે. મને ફિલ્મોમાં મેકઅપ કરવા માટે ઘણી ઑફર આવવા માંડી હતી. એક વખત મને ઇન્ટરનૅશનલ શૂટિંગ માટે મેકઅપ કરવાની ઑફર આવી પણ ફિલ્મ જગત માટે અને એમાં કામ કરતા લોકો માટે દરેકના મગજમાં એક ખરાબ છાપ હોય છે. મારા માટે આવી છાપ નિર્માણ ન થાય એ માટે મને ઘરેથી એમાં આગળ વધવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી. એટલે મેં એમાંથી બ્રેક લઈ લીધો. એક દિવસ હું પૉટરીની ગ્રુપ વર્કશૉપમાં ગઈ હતી જ્યાં તેઓ પૉટરી બનાવતાં શીખવાડતાં હોય છે. મને તો ખૂબ મજા આવી અને એમાં રસ જાગ્યો અને બસ, ત્યાંની શરૂ થઈ મારા પૉટરી સ્ટુડિયો સુધીની સફર.’

આ પણ વાંચો: અમેરિકનોની મનગમતી ગેમમાં ગુજરાતી યુવતીએ મેદાન માર્યું


પૉટરીની પ્રૅક્ટિસ હું એક વર્ષ સુધી ઘરની બાલ્કનીમાં કરતી હતી એમ જણાવતાં હજી અભ્યાસ કરી રહેલાં ફેની શેઠિયા કહે છે, ‘વર્કશૉપમાં પૉટરી પર હાથ અજમાવ્યા બાદ મને એમાં આગળ કંઈક નવું કરવાની ઇચ્છા થઈ એટલે મેં વિદા સિરૅમિક સ્ટુડિયોમાં આઠ દિવસનો કોર્સ કર્યો. મારા ઘરમાં સરસ બાલ્કની છે, જેનો ઉપયોગ મેં એક વર્ષ સુધી પૉટરીમાં અલગ-અલગ શીખવા અને એમાં નવું-નવું કરવા માટે કર્યો. ઘણા લોકોને ખબર પડવા લાગી કે આ છોકરી તેની બાલ્કનીનો ઉપયોગ કંઈક હટકે રીતે કરી રહી છે. એક દિવસ એક કપલ મારી પાસે આવ્યું અને મને કહ્યું કે અમને એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવો છે તો શું અમે તમારી બાલ્કનીનો ઉપયોગ કરી શકીએ છીએ? જ્યાં અમે પૉટરી બનાવીને ગુડ ટાઇમ સ્પેન્ડ કરીશું. બસ, પછી તો તેમને પૉટરી બનાવવામાં અને શીખવામાં એટલોબધો રસ પડ્યો કે તેમણે વેડિંગ હૅશટૅગ સાથે ક્યુટ ફ્લોરા પ્લેટ બનાવી. મેં તેમનો આ વિડિયો ઇન્સ્ટા પર પોસ્ટ કર્યો અને નામ અપાયું, ‘પૉટરી ડેટ’. પછી પૂછવાનું જ શું? મારું ઇનબૉક્સ મેસેજિસથી ભરાઈ ગયું અને દરેકને જણને પૉટરી ડેટની થીમ ગમવા માંડી. પણ આવો બહોળો રિસ્પૉન્સ જોઈને મને સાહસ કરવાની હિંમત થઈ અને એ તરફ આગળ વધી.’

મુંબઈમાં પ્રથમ કહી શકાય એવો ‘ધ મિની પૉટર’ નામનો પૉટરી સ્ટુડિયો ચારેક મહિના પહેલાં જ વિક્રોલી ખાતે શરૂ થયો છે અને ધૂમ રિસ્પૉન્સ છે. ફૅની કહે છે, ‘ઇન્સ્ટાના પહેલાં વિડિયોમાં આપેલી મારી ટૅગલાઇન ખૂબ ફેમસ થઈ ગઈ હતી. પૉટરી ડેટ માટે લોકો આવવા લાગ્યા. એટલે હું આ જ કન્સેપ્ટને લઈને મારો સ્ટુડિયો ચલાવું છું. અહીં સુધી ઍનિવર્સરી હોય કે બર્થ-ડે સેલિબ્રેશન કે પછી ફ્રેન્ડ્સ ગેધરિંગ. અહીં હવે ઑલ ડે ફુલ રહે છે. અહીંનો કન્સેપ્ટ એટલો જ સરસ છે. હું તેમની સાથે સમગ્ર સેશન દરમિયાન હોઉં છું. તેમને પૉટરી માટે ગાઇડ પણ કરું છું.

દિવસના પાંચથી છ સ્લૉટ હોય છે જે તમામ ફુલ જાય છે. અહીં લોકો આવીને ઘણીબધી વસ્તુઓ બનાવે છે. ફ્લાવર પૉટ, મગ, ફ્લોરા પ્લેટ વગેરે ઘણીબધી યુનિક વસ્તુઓ પોતાના વિચાર, લાગણી અને હૅપીનેસ સાથે બનાવે છે. પોતાના હાથે બનાવેલી વસ્તુ જ્યારે તેઓ પોતાના પ્રિયજનને ગિફ્ટ કરે છે ત્યારે તેમની ખુશીનો પાર રહેતો નથી.’

મેં માત્ર ૧૬ વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દેનારી ફેની કહે છે, ‘જેને કામ કરવું છે કંઈક નવું શીખવું જ છે તેને ઉંમરબાધ નડતો નથી. મારા એક પૅશન પર બ્રેક લાગી તો મેં બીજું પૅશન શોધી લીધું અને જ્યાં સુધી હું એમાં એક્સપર્ટ ન થઈ ત્યાં સુધી મેં સ્ટ્રગલ ચાલુ જ રાખી. જોકે મને કોઈ એવી મોટી નાણાકીય સમસ્યાઓ નહોતી. મેં આ જે સ્ટુડિયો ખોલ્યો એમાં મારા પેરન્ટ્સનું પણ ફન્ડ છે જ પણ લગભગ અડધા જેટલું ફન્ડ મારું પોતાનું છે જે મેં મેકઅપ આર્ટિસ્ટ તરીકે એકઠું કર્યું હતું. મારા પપ્પાને કોઈ છોકરો નથી, ત્રણ છોકરીઓ જ છે તો ભવિષ્યમાં ફાઇનૅન્શિયલ સપોર્ટની જરૂર પડશે તો હું શું કરીશ એવો પ્રશ્ન તેમના મગજમાં ક્યારેય ન આવે એ માટે મારે તેમનો દીકરો બનવું હતું અને મારા પપ્પાના સપોર્ટ બનવું હતું. હું સૌથી નાની છોકરી છું. મારી બન્ને બહેનોનાં લગ્ન થઈ ગયાં છે એટલે હવે હું પપ્પાને છોકરાની જેમ ફાઇનૅન્શિયલી મદદરૂપ થવા માગું છું. અભ્યાસમાં પણ હું ક્યારેય પાછળ પડી નથી. પૉટરી સ્ટુડિયોમાંથી ઘરે ફરીને હું રાત્રે સ્ટડી કરતી, સવારે કૉલેજ કરતી હતી ત્યાંથી આવીને હું સ્ટુડિયોને ડેકોરેટ કરતી હતી. એક તરફ સ્ટુડિયો શરૂ થવા જઈ રહ્યો  હતો અને બીજી તરફ એક્ઝામ ચાલુ હતી પણ હું બન્નેનું પર્ફેક્ટ બૅલૅન્સ કરી શકવામાં સફળ થઈ શકી, કારણ કે મારો વિલપાવર દૃઢ હતો.’

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2023 04:37 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK