ચડ-ઊતરનો આ જે ખેલ છે એ જીવનમાં એવો તે ચોંટી ગયો છે કે આપણને એમ થાય કે માણસ એકમાત્ર સ્થિતપ્રજ્ઞ છે, બાકી બધું ચડ-ઊતરમાં જ ચાલતું હોય છે
પ્રતીકાત્મક તસવીર
સોસાયટી કે શહેરના રાજકારણીનું નામ અતિથિ વિશેષમાં ન લખો તો તેનું મોઢું ચડી જાય. પત્ની સામે તેના ભાઈના દુર્ગુણ વર્ણવો તો તેનું મોઢું ચડી જાય. બર્થ-ડે પર કેટલાકને રૂબરૂ મળ્યા હોવા છતાં ફેસબુક પર તેને શુભેચ્છા ન પાઠવો તો પણ અમુકનાં મોં ચડી જાય. પત્ની તૈયાર થઈને ફંક્શન માટે જવા તમારી બાજુની સીટ પર બેસે ત્યારે જો તેનાં વખાણ ન કરો તો પછી પત્નીનું મોં અવશ્ય ચડી જાય અને ક્યારેક તો પતિનું મોં સૂજી પણ જાય.



