તેમની ફૉરેન ટૂરને કારણે માત્ર ઇન્ડિયન્સ જ નહીં, ફૉરેનર્સમાં ગુજરાતીઓને જોવાની માનસિકતામાં પણ બહુ મોટો ચેન્જ આવ્યો છે
નરેન્દ્ર મોદી
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફૉરેનની ટૂર વિશે મજાકમસ્તી થતી આવી છે. ઘણા વખતથી આવું બને છે. સોશ્યલ મીડિયાથી લઈને રૂબરૂમાં પણ લોકો પ્રાઇમ મિનિસ્ટરની ફૉરેન ટૂરની મશ્કરી કરે છે; પણ અમે અંગત રીતે માનીએ છીએ કે આવી મજાક ન થવી જોઈએ. આવું માનવા પાછળ અમને થયેલા અનુભવો મહત્ત્વના છે.




