ડિસેમ્બરમાં કારની ખરીદી પર ૬૦ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

Published: 21st December, 2011 10:20 IST

જો તમે એમ માની રહ્યા હો કે નવી કાર ખરીદવાનું મોંઘું પડી શકે છે તો તમે ભૂલ કરી રહ્યા છો. પેટ્રોલ કારના વેચાણમાં અત્યારે ભયંકર ઘટાડો થયો છે.

 

આ બાબતને ધ્યાનમાં લઈને કારકંપનીઓ વેચાણ વધારવા માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. સ્મૉલ કાર્સમાં વૅગન-આરની ખરીદીમાં ૨૫,૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે શેવરોલે સ્પાર્ક પર ૬૪,૦૦૦ રૂપિયાની છૂટ મળી રહી છે. અલ્ટો પર ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જ્યારે i10માં ૨૧,૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપરાંત ૧૨,૦૦૦ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ ફ્રી આપવામાં આવી રહ્યાં છે.

જનરલ મોટર્સની જુદી-જુદી કાર પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એવિયો પર ૬૨,૦૦૦ રૂપિયા સુધીનું તથા ઑપ્ટ્રા પર ૫૬,૦૦૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે બીટ, ટવેરા, ક્રૂઝ અને કૅપ્ટિવા જેવી ડીઝલ કાર પર કોઈ ડિસ્કાઉન્ટ મળી રહ્યું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK