Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકારી બૉન્ડના યીલ્ડમાં બે વર્ષનો સૌથી મોટો ઉછાળો

સરકારી બૉન્ડના યીલ્ડમાં બે વર્ષનો સૌથી મોટો ઉછાળો

12 May, 2020 09:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી બૉન્ડના યીલ્ડમાં બે વર્ષનો સૌથી મોટો ઉછાળો

કરન્સી

કરન્સી


કેન્દ્ર સરકારે શુક્રવારે અચાનક જ બજારમાંથી ૭.૮૦ લાખ કરોડ રૂપિયાના બજેટના અંદાજ સામે ૧૨ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની જાહેરાત કરતાં સોમવારે સરકારી બૉન્ડ માર્કેટમાં ભાવ ઘટ્યા હતા અને યીલ્ડ વધી ગયા હતા. આજે સરકારી બૉન્ડના યીલ્ડ છેલ્લાં બે વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ વધ્યા હતા.

આજે ૧૦ વર્ષના ભારત સરકારના બૉન્ડના યીલ્ડ એક તબક્કે ૦.૨૭ ટકા ઘટી ૬.૨૩ ટકા થઈ ગયા હતા. આ ફેબ્રુઆરી ૨૦૧૭ પછી એક જ દિવસમાં બૉન્ડના યીલ્ડમાં થયેલો સૌથી મોટો વધારો છે. સત્રના અંતે બૉન્ડના યીલ્ડ ૦.૧૯ ટકા ઘટી ૬.૧૭ બંધ રહ્યા હતા.



આ દર્શાવે છે કે બજારમાં આટલી મોટી માત્રામાં બૉન્ડના ખરીદ- વેચાણની જગ્યા નથી. યીલ્ડમાં વધારો ચિંતાજનક છે, કારણ કે એનાથી વ્યાજદર નીચા આવતાં ઘટી જશે અને ખાનગી કંપનીઓને બજારમાંથી નાણાં ઉપાડવાનું મોંઘું થશે. કોરોના વાઇરસને કારણે ૫૦ દિવસના લૉકડાઉનને કારણે દેશનું અર્થતંત્ર વધવાને બદલે ઘટશે એવી દહેશત છે ત્યારે સસ્તાં નાણાંના બદલે એ મોંઘું થાય તો વધારે નુકસાનકારક બની શકે છે.


શુક્રવારે કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૦-’૨૧ના અંદાજિત ૭.૮૦ લાખ કરોડ રૂપિયાના માર્કેટ બોરોઇંગ સામે એ વધારીને ૧૨ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનને કારણે કરની આવકમાં જંગી ઘટાડો અને બજારમાં ચાલી રહેલી ઊથલપાથલને કારણે ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પણ પૂર્ણ થઈ શકે એમ નથી. આ ઉપરાંત દેશમાં આર્થિક મંદી ઝળૂંબી રહી છે એટલે ગરીબ વર્ગ માટે જાહેર કરેલા ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના પૅકેજ ઉપરાંત હજી પણ નાણાં અને મધ્યમ ઉદ્યોગો તથા અન્ય પ્રકારની સહાય જાહેર કરવી પડે એમ છે. આમ સરકારી ખર્ચમાં અપેક્ષિત વધારાને કારણે કેન્દ્ર સરકારે બજારમાંથી વધારાનાં નાણાં દેવા તરીકે ઊભાં કરવાની ફરજ પડી છે.


વધારાનાં નાણાં ઊભાં કરવાનો મતલબ એમ થયો કે કેન્દ્ર સરકાર હવે નાણાખાધ વધે એવું આંકલન કરી રહી છે. બજેટ ૨૦૨૦-’૨૧માં ખાધ ૩.૫ ટકા રહેશે એવી ધારણા હતી. હવે આ વધુ ૪.૨૦ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉપાડવાના હોવાથી ખાધ ૫.૫ ટકા રહે એવી ધારણા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK