Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એન્જલ-ટૅક્સ નોટિસનો પ્રશ્ન નાણામંત્રાલય સાથે મૂક્યો છે : સુરેશ પ્રભુ

એન્જલ-ટૅક્સ નોટિસનો પ્રશ્ન નાણામંત્રાલય સાથે મૂક્યો છે : સુરેશ પ્રભુ

20 December, 2018 06:35 PM IST | New Delhi

એન્જલ-ટૅક્સ નોટિસનો પ્રશ્ન નાણામંત્રાલય સાથે મૂક્યો છે : સુરેશ પ્રભુ

કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ

કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ


આવકવેરા ખાતાએ આવકવેરા ધારાની કલમ ૫૬ હેઠળ મોકલેલી નોટિસ સંબંધે મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ટી. વી. મોહનદાસ પૈએ ટ્વીટ કરીને આ મુદ્દે સરકારની તાત્કાલિક દરમ્યાનગીરીની માગણી કરી હતી. એના જવાબમાં પ્રભુએ ઉક્ત જાણકારી ટ્વિટર પરના જવાબ મારફત આપી હતી.

આવકવેરા ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સને એન્જલ-ટૅક્સ બાબતે જે નોટિસ મળી છે એ ફક્ત એમને મોકલવામાં આવી હશે જેઓ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (DIPP)ની માન્યતા ધરાવતા નથી.



નોંધનીય છે કે સરકારે ગયા એપ્રિલમાં સ્ટાર્ટઅપ્સને રાહત આપતાં કહ્યું હતું કે એમને એન્જલ ઇન્વેસ્ટર્સ પાસેથી મળનારું કુલ રોકાણ જો ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે નહીં હોય તો તેઓ કરવેરાની રાહતને પાત્ર રહેશે.


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જાહેરનામા મુજબ સ્ટાર્ટઅપ્સમાં હિસ્સો ખરીદનાર એન્જલ ઇન્વેસ્ટરની લઘુતમ નેટવર્થ બે કરોડ રૂપિયા હોવી જોઈએ અથવા તો એમની પાછલાં ત્રણ નાણાકીય વર્ષોની રિટર્ન્સ નોંધાવાયેલી આવક સરેરાશ પચીસ લાખ રૂપિયા કરતાં વધારે હોવી જોઈએ.

આવકવેરા ધારાની કલમ ૫૬માં એવી જોગવાઈ છે કે ક્લોઝલી-હેલ્ડ કંપની તરીકે અસ્તિત્વ ધરાવતી એન્ટિટી જો ઉચિત બજારભાવ કરતાં વધારે ઊંચા ભાવે પોતાના શૅર ઇશ્યુ કરે તો એ વધારાની રકમ પર અન્ય સ્રોતમાંથી થયેલી આવકને લાગુ થતી જોગવાઈ મુજબ ટૅક્સ ભરવો જરૂરી છે.


સ્ટાર્ટઅપ્સને સતત સાત અસેસમેન્ટ વર્ષમાંથી ત્રણ માટે આવકવેરાનો લાભ મળી શકે છે. એ સવલત મેળવવા માટે સ્ટાર્ટઅપ્સે આઠ સભ્યોના આંતર-મંત્રાલયીન ર્બોડ ઑફ સર્ટિફિકેશનનો સંપર્ક કરવો આવશ્યક છે.

જ્યારે કોઈ સ્ટાર્ટઅપ નવું-નવું બજારમાં પ્રવેશ્યું હોય ત્યારે એને નાણાકીય મદદ કરનારને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય છે. સામાન્યપણે એક વર્ષમાં આશરે ૩૦૦થી ૪૦૦ સ્ટાર્ટઅપ્સને એન્જલ ફન્ડિંગ મળે છે.

સ્ટાર્ટઅપ્સ સામે સંઘર્ષ વધશે : ઇન્કમ-ટૅક્સ વિભાગની એન્જલ-ટૅક્સની નોટિસથી નારાજગીસ્ટાર્ટ-અપ્સ ઇન્ડિયાના વિકાસમાં બહુ મોટો અવરોધ બની શકે સ્ટાર્ટઅપ્સ સાહસોમાં રોકાણ કરનાર વર્ગને એન્જલ-ટૅક્સ લાગુ થવાની શક્યતાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં ઘણા આવા ઇન્વેસ્ટરોને ઇન્કમ-ટૅક્સની નોટિસ ગઈ છે જેમની પાસેથી તેમના IT રિટન્સર્ની કૉપી, બૅન્ક-સ્ટેટમેન્ટ, પત્રવ્યવહાર, લેજરની વિગતો વગેરે જમા કરવાનું કહેવાયું છે. આ પ્રકારના પગલાથી રોકાણકારોને આંચકો લાગ્યો હોવાનું જાણવા મળે છે.

સ્ટાર્ટઅપ અને કંપનીઓમાં રોકાણ કરનારા એક્સટર્નલ ઇન્વેસ્ટરોને ૩૦.૯ ટકા એન્જલ-ટૅક્સ લાગે છે. જોકે આ ટૅક્સ સમગ્ર રકમ પર લાગતો નથી બલ્કે ફેર વૅલ્યુ કરતાં વધારાની વૅલ્યુ પર લાગે છે જેને અન્ય સ્રોતમાંથી થયેલી આવક ગણવામાં આવે છે. આ ફેર વૅલ્યુ એક કૉમ્પ્લેક્સ મુદ્દો કહેવાય છે.

ઇન્કમ-ટૅક્સના આ પગલાથી સ્ટાર્ટઅપ ઉદ્યોગના લોકો સખત નારાજ થયા છે અને આને સાહસિકતાની વિરુદ્ધનું પગલું માને છે. નવાં સાહસો જ્યારે હજી તો બિઝનેસનો સંઘર્ષ કરી રહ્યાં હોય છે ત્યારે એમના પર આવો કરબોજ નાખી દેવો વાજબી ન હોવાનું ઉદ્યોગના અગ્રણીઓ જણાવે છે. સ્ટાર્ટ-અપ માટે સરકારના આવા કદમ સામે પડકાર ફેંકવાનું પણ કઠિન બને છે. આ પગલું સ્ટાર્ટઅપ ઇન્ડિયા સામે બહુ મોટો અવરોધ બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2018 06:35 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK