બજાજ ઇલેક્ટ્રિકલ્સમાં શૉર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

Published: 8th November, 2011 20:56 IST

બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એ બજાજ ગ્રુપનો હિસ્સો છે. કંપની હોમ-અપ્લાયન્સિસ, ફેન્સ, લાઇટિંગ, લુમિનેરિસ અને એન્જિનિયરિંગ ઍન્ડ પ્રોજેક્ટ્સ જેવા સેગમેન્ટ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત કંપનીના વેપારમાં ટ્રાન્સમિશનલાઇન ટાવર્સ, ટેલિકૉમ ટાવર્સ, મોબાઇલ ટાવર્સ અને વિન્ડ એનર્જી ટાવર્સનાં ઉત્પાદન અને ઇરેક્શનનો સમાવેશ થાય છે.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ પૂરા થયેલા બીજા ક્વૉર્ટર્લી પિરિયડમાં કંપનીની આવક ૧૯ ટકા વધીને ૭૦૦ કરોડ રૂપિયાની થઈ છે, જ્યારે કંપનીનો નેટ પ્રૉફિટ ૭.૫૩ ટકા વધીને ૨૪.૯૯ કરોડ રૂપિયાનો થયો

છે. કંપની અત્યારે એન્જિનિયરિંગ ઍન્ડ પ્રોજેક્ટ્સ બિઝનેસ સેગમેન્ટમાં ૬૨૬ કરોડ રૂપિયાની ઑર્ડર-બુક ધરાવે છે. આગામી સમયમાં કંપની વધુ ટેન્ડરો માટે બીડ સુપરત કરશે. પરિણામે કંપનીને વધુ ઑર્ડર મળે એવી શક્યતા છે. આ ઉપરાંત કંપની મજબૂત ડિસ્ટ્રિબ્યુશન-નેટવર્ક ધરાવે છે. કંપનીના નેટવર્કમાં ૧૯ બ્રાન્ચ-ઑફિસ, ૧૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ, ૪૦૦૦ અધિકૃત ડીલર્સ અને ૪,૫૦,૦૦૦થી પણ વધુ રીટેલ આઉટલેટ્સ તથા ૨૮૨ કસ્ટમર્સ કૅર સેન્ટરનો સમાવેશ થાય છે. કંપનીએ પ્રેશરકુકર્સ, વૉટર-પ્યૉરિફાયર, વૉટર-પમ્પ્સ જેવી નવી પ્રોડક્ટ લૉન્ચ કરી છે

જેને બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી બે-ત્રણ વર્ષમાં વૉલ્યુમમાં વધારાની સાથે પ્રોડક્ટ-ર્પોટફોલિયોમાં સુધારો જોવા મળશે. કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટ્સમાં બહુમત બજારહિસ્સો ધરાવે છે. પરિણામે કંપની આગામી ક્વૉર્ટરમાં પણ સહેલાઈથી આવક પ્રાપ્ત કરી શકશે.

કંપનીના મતે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને લાઇટિંગ બિઝનેસના વેચાણમાં વધારો થવાને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૨૦૦-૩૩૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થશે એવી શક્યતા છે. ગવર્નમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી રોકાણ યોજનાની પૉઝિટિવ અસર આવનારા ક્વૉર્ટરમાં કંપનીની નાણાકીય કામગીરી પર જોવા મળશે. શૉર્ટ ટર્મ માટે ૨૫૫ રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકાય.

ભલામણ - ખરીદો

વર્તમાન ભાવ - ૧૯૫.૭૦ રૂપિયા

લક્ષ્ય -  ૨૫૫ રૂપિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK