સર્વ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના અને અભિનંદન. ઑગસ્ટ
મધ્યથી શૅરબજારમાં સરકારના આર્થિક સુધારાના કાર્યક્રમ હેઠળ સુધારાનું માનસ
જોવાય છે અને એફએફઆઇની સતત લેવાલીના સધિયારાથી બજારમાં ઘટાડે લેવાનું માનસ
જોવાય છે.
સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ
ફુગાવાને ધ્યાનમાં લેતાં રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરાતો નથી એ બજારમાં અવરોધક પરિબળ છે જે દૂર થતાં નિફ્ટીમાં ૨૦૦૮માં જોવાયેલ ઊંચી સપાટી ઓળંગાવાની સંભાવના વધી જશે. છેલ્લા ૧૫ દિવસથી કેજરીવાલ અને કૅગનું આક્રમક વલણ બજારમાં સુધારાની ચાલ જોખમાં મૂકી શકે છે. હમણાં ભલે બીજેપી અને કૉન્ગ્રેસ એને અવગણે, પરંતુ જો આક્ષેપોનો સિલસિલો ચાલુ રહેશે તો બજારમાં ઝડપી કરેક્શન આવી શકે છે. જેનો પ્રથમ સંકેત નિફ્ટીમાં ૫૬૮૫ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૪૮૦ની સપાટી તૂટતાં સમજવો. આજે બજારમાં સાંકડી વધઘટે સુધારાનું વલણ જોવા મળશે અને ગેનની ટર્નિંગના બૉેટમ ઉપર બીજું હાયર બૉટમ મળશે જેની ઉપર ગેનના બૉટમમાં સ્ટૉપલૉસે લેણ જાળવવું અને આજના મુરતનું ટૉપ જેમાં ઓળંગાય એમાં તેજીનો વેપાર વધારવો.
મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૬૩૦ ઉપર ઉછાળામાં ૧૮,૭૬૦થી ૧૮,૮૨૦ના ઉછાળામાં વેચવું. ૧૮,૬૦૨ ટેકાની સપાટી. નિફ્ટીમાં સંવત ૨૦૬૯ માટે ૫૫૨૬ મહત્વની ટેકાની સપાટી, જ્યારે ઉપરમાં ૫૮૫૬ કુદાવતાં ૬૨૮૦થી ૬૪૫૦ સુધીનો ઉછાળો ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી જોવા મળશે. સમયની દૃષ્ટિએ ૨૩ નવેમ્બર અને ૨૦ ડિસેમ્બર મહત્વની તારીખો સાબિત થશે. ૫૫૨૬ નીચે ૫૧૯૫ અને ૪૬૩૦ સુધીનો ઘટાડો વહેલી ચૂંટણીના સંજોગોમાં જોવા મળશે.
રિલાયન્સ
આ વર્ષ માટે ૮૫૫ મહત્વની પ્રતિકારક સપાટી છે. નીચામાં ૭૮૦ તૂટતાં ૬૮૫. આજની રેન્જ ૭૮૧-૭૯૭
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK