Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૭૬૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૭૬૦ ઉપર જ રૂખ તેજીની

04 October, 2012 06:08 AM IST |

નિફ્ટીમાં ૫૭૬૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૭૬૦ ઉપર જ રૂખ તેજીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

બુધવારે મિડ-કૅપ અને સ્મૉલ કૅપમાં પસંદગીના શૅરોમાં લેવાલીને કારણે સારો સુધારો જોવા મળ્યો હતો અને માર્કેટ-બ્રે્ડથ પણ હકારાત્મક રહી છે, જ્યારે નિફ્ટી અને બૅન્ક નિફ્ટીમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળ્યાં બાદ દિવસના અંતે સાધારણ સુધારો જોવા મળ્યો હતો.

બુધવારે હિન્દ લીવર, સેન્ચુરી ટેક્સટાઇલ, ટીસીએસ અને સ્ટેટ બૅન્કમાં સુધારો જોવા મળ્યો હતો, તો રિલાયન્સ અને રિલાયન્સ કૅપિટલમાં નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળતાં બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સિમેન્ટ અને ઑટો શૅરોમાં વેચાણના આંકડા જાહેર થયા બાદ ઊડાઊડ લેવાલી અટકી નફારૂપી વેચવાલી જોવાઈ રહી છે. બજાર અત્યારે તેજીવાળાની પકડમાં છે અને સંજોગો પણ તેજીતરફી હોવાથી સાધારણ ઘટાડો જે નફારૂપી વેચવાલીથી જોવાય છે ત્યાંથી બજાર પાછું ફરીને નવી ઊંચી સપાટી બતાવે છે, પરંતુ બૅન્ક નિફ્ટી નરમાઈતરફી હોવાથી નિફ્ટીમાં પણ ઉછાળે સાવચેતી જરૂરી છે અને હાલમાં ૫૮૦૦ નજીકની પ્રતિકારક સપાટી હોવાથી ૫૭૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૮૬૦ ઉપર સુધારાની ચાલમાં ઉપરમાં ૧૮,૯૫૫ સુધીનો ઉછાળો જોવા મળશે અને એ કુદાવતાં ૧૯,૧૧૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૮,૮૨૦ તૂટતાં ૧૮,૭૬૦થી ૧૮,૭૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૬૦ ઉપર ૫૭૯૨થી ૫૮૧૦ સુધીનો ઉછાળો જોવા મળશે, જ્યારે નીચામાં ૫૭૪૯ અને ૫૭૨૬ તૂટતાં ૫૬૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

હિન્દ લીવર

૫૬૨ નીચે ૫૬૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૫૨ની ટેકાની સપાટી તૂટતાં ૫૪૪થી ૫૩૭ સુધીનો ઘટાડો માસ દરમ્યાન જોવા મળશે.

રિલાયન્સ

૮૫૩ રૂપિયા નીચે ૮૫૬ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. ૮૪૦ રૂપિયાની સપાટી તૂટતાં વધઘટે ૮૨૫ રૂપિયાનો ભાવ.

એસીસી

૧૪૮૫ રૂપિયાના ચુસ્ત સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. ૧૪૬૫ રૂપિયા નીચે ૧૪૪૧ ટેકાની સપાટી છે, જે તૂટતાં ૧૩૯૨નો ભાવ.

તાતા સ્ટીલ

૩૯૯ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ વધારવું. ૪૦૯ રૂપિયાની પ્રતિકારક સપાટી કુદાવતાં ૪૧૭ રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળશે.

આઇડીએફસી

૧૬૫ રૂપિયાનીમહત્વની પ્રતિકારક સપાટી છે, જેથી લેણમાં ૭૦ ટકા નફો કરવો. ૧૬૦ રૂપિયા નીચે ૧૫૭ રૂપિયાથી ૧૫૨ રૂપિયાનો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK