નિફ્ટીમાં ૮૪૮૦ ઉપર જ રૂખ તેજીની

Published: 26th November, 2014 03:28 IST

છેલ્લા ત્રણ દિવસથી સૂચકઅંકોમાં રોજ નવી ઊંચી સપાટીઓ જોવા મળતી હતી, પરંતુ માર્કેટ-બ્રેડ્થ નકારાત્મક (વધનાર કરતાં ઘટનાર શૅરોની સંખ્યા વધુ) હતી જે બજાર તેજીમાં થાક ખાતું હોવાનો સંકેત હતો. બજારમાં રોજ અલગ-અલગ શૅરો જેમનું નિફ્ટીમાં વેઇટેજ વધુ હોય એવા શૅરોમાં તેજી કરીને સૂચકઅંકોમાં વૃદ્ધિ જાળવી રાખી હતી.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


ગઈ કાલે આગલા બંધ પાસે જ ખૂલ્યા બાદ ઉપરમાં એક પણ સૂચકઅંકોમાં નવી ઊંચી સપાટી ન જોવાતાં અને પછીથી સોમવારનો ખૂલતો ભાવ એ પછી સોમવારની નીચી સપાટી અને છેલ્લે ૮૪૮૦ની મહત્વની ટેકાની સપાટી તૂટતાં નિફ્ટી ૮૪૫૦ની સપાટી નીચામાં ૮૪૩૭ થઈ છેલ્લે ૮૪૭૨ થઈ ૮૪૬૬ પાસે બંધ રહી છે. એક્સ્પાયરી નજીક હોવાથી નિફ્ટી માટે ૮૪૫૦, ૮૫૦૦ મહત્વની સપાટીઓ છે. બૅન્ક નિફ્ટીમાં ૧૮૧૪૦ નિર્ણાયક સપાટી નીચે બજારમાં રૂખ મંદીની સમજવી. આજનું વર્કિંગ બજાર માટે ખૂબ જ અગત્યનું અને આજની ઊંચી સપાટીનું મહત્વ એક્સ્પાયરીના દિવસ માટે વિશેષ છે. એક્સ્પાયરીને ધ્યાનમાં લેતાં ૮૫૦૦નું કૉલ ખરીદવું બન્ને પક્ષો માટે હિતાવહ છે.

શૅરબજાર આંકમાં ૨૮૨૯૦થી ૨૮૩૭૦ નિર્ણાયક ઝોન છે, જેમાં ઉપરની તરફ ૨૮૫૧૦ જ્યારે નીચામાં ૨૮૧૯૦થી ૨૮૦૪૨ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૮૪૮૦ નિર્ણાયક સપાટી છે જેની ઉપર ૮૫૧૨થી ૮૫૨૩ વચ્ચે વેચવું. હવે નીચામાં ૮૪૫૫ નીચે ૮૪૩૫થી ૮૪૦૫ સુધીનો ઘટાડો ગુરુવાર બંધ સુધીમાં આવશે.

ડૉ. રેડ્ડી

૩૫૩૭ ઉપર સુધારાની ચાલમાં ૩૫૮૦ ઉપર ૩૬૧૦ સુધીના ઉછાળામાં વેચવું. ૩૫૩૭ નીચે ૩૪૭૬નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૪૭૩ નીચે ૪૭૭ના સ્ટૉપલૉસે વેચવું. ૪૭૧ તૂટતાં ૪૬૫થી ૪૬૦ વચ્ચે લેણ કરવું.

મારુતિ

૩૩૨૦થી ૩૩૪૫ વચ્ચે વેચીને વેપાર કરવો. હવે ૩૨૮૦ તૂટતાં ૩૨૫૨થી ૩૨૨૦નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૪૯૬ નીચે ઉછાળે વેચીને વેપાર કરવો. ૪૮૪ નીચે ૪૬૭થી ૪૫૩નો ભાવ.

ઇન્ફોસિસ

૪૩૩૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. હવે ૪૨૮૭ તૂટતાં ૪૨૬૨થી ૪૨૨૦નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK